SURAT

રિસોર્ટને ટક્કર મારે એવી વિશાળ સ્મશાનભૂમિ સુરતનાં આ વિસ્તારમાં બની

સુરત : સુરતમાં વડાપ્રધાનના હસ્તે ચાર હજાર કરોડના વિકાસકામોના લોકાપર્ણ-ખાતમુહુર્તની સાથે સાથે હિન્દુઓ માટે અતિ પવિત્ર મનાતી સ્મશાનભુમિના વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણની વિરલ ઘટના પણ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. લિંબાયતમાં મુકિતધામ સ્મશાનભૂમિ ટ્રસ્ટની 33 હજાર ચોરસ મીટરમાં જમીન પર સુરત મનપાના કરોડો રૂપિયાના આર્થિક સહકારથી સોલર ઊર્જા સંચાલિત દેશની પ્રથમ સ્મશાનભૂમિ તૈયાર કરવામાં આવી છે.

  • રિસોર્ટને ટક્કર મારે તેવી વિશાળ સ્મશાનભૂમિ લિંબાયતમાં મોદીએ લોકાર્પણ કરી
  • સુરત મનપાના આર્થિક સહકારથી 33 હજાર ચો.મી.માં ફેલાયેલી સોલર ઊર્જાથી સંચાલિત રાજ્યની પ્રથમ સ્મશાનભૂમિ બની છે
  • હિંદુ ધર્મમાં સ્મશાનભૂમિ પણ પવિત્રતાનું પ્રતિક છે, તેનો આડકતરો સંદેશ દેશમાં સૌપ્રથમ વખત આ લોકાર્પણ કરી વડાપ્રધાને આપ્યો

આ ગુજરાતનું સૌથી મોટું મુક્તિધામ છે. રિસોર્ટ અને પિકનિક સ્પોટને પણ ટક્કર મારે એવા આ મુક્તિધામમાં જીવનથી મૃત્યુ અને ફરી નવા જન્મનું ચક્ર દર્શાવતા સ્કલ્પચર, જટામાંથી ગંગાની ધારાવહાવતી વિશાળ શિવજી પ્રતિમા, ગરૂડદેવ, 48 કરોડ દેવતાઓના વાસ ધરાવતા કામધેનુ ગાય સહીતના સ્ક્રપચર અને વચ્ચોવચ વિશાળ તળાવ આ સ્મશાનભુમિમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ તળાવમાં 17 પવિત્ર નદીના જળ નાખવામાં આવ્યા છે.

મુકિતધામ સ્મશાનભુમિની હાઇલાઇટસ

  • રાજ્યની સૌથી મોટી 33 હજાર ચોરસ મીટર જગ્યામાં આ સ્મશાનભૂમિ બની છે
  • ખાડી કિનારાની આ બંજર જમીન 5000 જેટલી ગાડી માટી નાંખીને પુરાણ કરાયું
  • જગ્યા પર અસામાજિક તત્વો દબાણ કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા હતા જેને દૂર કરાયા
  • મૃતદેહોની અંતિમ ક્રિયા માટે 4 ગેસ સગડી અને 3 લાકડાની ચીમની બનાવાઈ છે
  • સ્મશાન ભૂમિના પટાંગણમાં જ દશમા અને બારમાની વિધિ માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સુરત હવે ઇ-વ્હીકલ સિટી તરીકે પણ ઓળખાશે : વડાપ્રધાન મોદી
સુરત : દેશમાં સૌપ્રથમ ઇ-વ્હીકલ પોલિસી બનાવનાર સુરત મનપાએ ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા ભરપુર પ્રયાસો કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતમાં 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનના લોકાર્પણઅને 25 ચાર્જિગ સ્ટેશનના ખાતમુહુર્ત કરતા જણાવ્યું હતું કે, સુરતની અનેક પ્રકારની છબી આપણી સમક્ષ છે. પહેલા ડાયમન્ડ સિટી, ગ્રીન સિટી, ટેક્સટાઇલ સિટી બાદ હવે ક્લિન સિટી અને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ ઊભી કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરત શહેરમાં ૨૫ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા છે. હજુ ૫૦૦ સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ૮૦ ટકા વાહનો ઇલેક્ટ્રિક થશે એટલે સુરત ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે પણ ઓળખાશે.

Most Popular

To Top