નવી દિલ્હી: સરકારે અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું (Mukesh Ambani) સુરક્ષા કવચ (Security shield) અપગ્રેડ (upgrade) કર્યું છે. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અંબાણી માટે પ્રવર્તતા ખતરાના ખયાલની સમીક્ષા પછી તેમને ટોચની કેટેગરીની ઝેડ પ્લસ (Z plus) સુરક્ષા આપવાનો નિર્ણય કરાયો છે એમ સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું હતું.૬પ વર્ષીય અંબાણી, કે જેઓ રિલાયન્સના અધ્યક્ષ છે, તેમને ૨૦૧૩માં તેઓ પોતે નાણા ચુકવે તે આધારે ઝેડ કેટેગરીનું સીઆરપીએફ કમાન્ડોઝનું કવર આપવામાં આવ્યું હતું. તેમની પત્ની નીતા અંબાણીને એક સમાન સશસ્ત્ર સુરક્ષા કવર આપવામાં આવ્યું છે પણ તે લોઅર વાય પ્લસ કેટેગરીનું છે જેમાં ઓછી સંખ્યામાં કમાન્ડોઝ હોય છે.
- સીઆરપીએફ કમાન્ડોઝનું કવર આપવામાં આવ્યું
- ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરાયો છે
ખતરાના અંદાજ અંગેની માહિતીઓ મળ્યા બાદ ભલામણને વિધિવત સ્વરૂપ આપવામાં આવ્યું
અંબાણીની સુરક્ષા અપગ્રેડ કરીને ટોચની કેટેગરી ઝેડ પ્લસની કરવામાં આવી છે અને આ સંદર્ભમાં જરૂરી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઉદ્યોગપતિને માટેના ખતરાના અંદાજ અંગેની માહિતીઓ મળ્યા બાદ આ ભલામણને વિધિવત સ્વરૂપ આપવામાં આવ્યું હતું એમ તેમણે જણાવ્યું હતું.
સુરક્ષા યુનિટમાં કુલ ૪૦-૫૦ કમાન્ડોઝ હોઇ શકે છે
સીઆરપીએફને હાલનું કવર વધારીને ઝેડ પ્લસ કરવાનું અને વધુ કમાન્ડોઝ તેના પ્રોટેકશન યુનિટમાં શામેલ કરવાનું કહેવામાં આવી શકે છે. આ સુરક્ષા યુનિટમાં કુલ ૪૦-૫૦ કમાન્ડોઝ હોઇ શકે છે જે શિફ્ટમાં કામ કરે છે. આ દળ અંબાણીને તેઓ જ્યારે બહાર જાય ત્યારે અને તેમના રહેઠાણ પર અને ઓફિસ પરિસરોમાં સુરક્ષા પુરી પાડે છે. બીજા અબજપતિ ગૌતમ અદાણીને ગયા મહિને જ પેમેન્ટ બેઝિસ પર ઝેડ કેટેગરીનું સુરક્ષા કવર અપાયું છે.