સુરત: સુરત (Surat)માં રમાઈ રહેલી નેશનલ ગેમ્સ (National Games)માં ગુજરાત (Gujarat)ને ગોલ્ડ (Gold) મળ્યો છે. ગુજરાતના માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ તેલંગાણાના એફઆર સ્નેહિત અને શ્રીજા અકુલાની જોડીને 3-0 થી હરાવીને ગોલ્ડ જીત્યો છે. જેના કારણે સ્ટેડીયમમાં બેસેલા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે કૃત્વિકા સિન્હા રોય એ સુરતના અને દેશના ટેબલ ટેનિસ પોસ્ટર બોય હરમીત દેસાઈના પત્ની છે. માનુષ શાહ અને કૃત્વિકા સિન્હા રોયે મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં અનુભવી મૌમા દાસ અને અનિર્બાન ઘોષની જોડીને 4-11, 11-4, 11-8, 9-11, 11-8થી પરાજય આપી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
જ્યારે ટેબલ ટેનિસ વુમન્સ ડબલ્સ ફાઇનલમાં પશ્ચિમ બંગાળની અહિક્યા મુખર્જી અને સુતીર્થા મુખરજીની જોડીએ ગોલ્ડ જીત્યો છે. તેઓએ કર્ણાટકાની યશ્વીની ગોરપડે અને ખુશી. વી ની જોડીને 3-0 થી હરાવી હતી અને ગોલ્ડ પોતાના નામે કર્યો છે. મહિલા ડબલ્સમાં બંગાળની અહિક્યા અને સુતીર્થા મુખરજીએ મહારાષ્ટ્રની દિયા ચિતાલે અને સ્વસ્તિકા ઘોષને 3-1થી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
બીજી તરફ ટેબલ ટેનિસ મેન્સ ડબલ્સ ફાઇનલમાં બે પશ્ચિમ બંગાળની ટીમો વચ્ચે મુકાબલો જામ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના જીત ચંદ્રા અને રોનિત ભાંજાની જોડીએ પશ્ચિમ બંગાળના જ અર્જુન ઘોષ અને અનિર્બાન ઘોષની જોડીને 3-0 થી હરાવીને ગોલ્ડ જીત્યો છે. મહિલા ડબલ્સમાં બંગાળની અહિક્યા અને સુતીર્થા મુખરજીએ મહારાષ્ટ્રની દિયા ચિતાલે અને સ્વસ્તિકા ઘોષને 3-1થી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ટેબલ ટેનિસ પુરુષ સિંગલમાં હરમીત દેસાઈ ફાઈનલમાં
સુરત: ગુજરાતના પોસ્ટર બોયસ હરમીત દેસાઈ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં પહોંચી ગયો છે. ટેબલ ટેનિસ પુરુષ સિંગલ સેમિફાઇનલમાં ગુજરાતના હરમીત દેસાઈએ તમિલનાડુના જી સાથિયાન ને 4-2 થી હરાવી ફાઇનલમાં પહોંચ્યો હતો. હરમીત દેસાઈ અને માનુષ શાહ શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની સેમિફાઈનલમાં વિજય સાથે પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સુરતી બોયસ માનવ ઠક્કર ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુના ટોચના ક્રમાંકિત જી. સાથિયાન સામે જોરદાર લડત આપીને હારી ગયો હતો. ફાઈનલમાં પહોંચ્યા બાદ હરમીત દેસાઈએ જણાવ્યું હતું કે, ફાઈનલમાં પહોંચતા ખુબ જ આનંદ થાય છે. ગુજરાતએ ગોલ્ડ મેડલ અપાવવા મહેનત કરીશ.