સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં નાયગ્રા વોટર ફોલ (Niagara Falls) તરીકે ઓળખાતો વઘઇનો ગીરાધોધ વરસાદી માહોલમાં (Rainy Weather) નિખરી ઉઠે છે. આજરોજ રવિવારે બપોરબાદ સાપુતારા (Saputara) સહિત વઘઇ પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા નદી ગાંડીતુર બની હતી. અંબિકા નદી ગાંડીતુર બનતા વઘઇનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. રવિવારે ધોધમાર વરસાદમાં ફરવા આવેલા પ્રવાસીઓએ ગીરાધોધનાં સૌંદર્યનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.
બીલીમોરાના ભાટ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયુ
બીલીમોરા : ભારત સરકારની ફ્લેગશીપ યોજના સ્વચ્છ ભારત મિશનના સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લામાં 17 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે મનાવવામાં આવ્યો હતો. દરિયાકિનારા પર વધી રહેલા પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવાના માર્ગ તરીકે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
- નવસારી જિલ્લામાં 17 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે મનાવવામાં આવ્યો
- રિયાકિનારા પર વધી રહેલા પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવાના માર્ગ તરીકે આ દિવસની શરૂઆત કરવામાં આવી
- સફાઈ કરી પ્લાસ્ટિક સહિત દરિયા કિનારે ફેલાયેલો કચરો સાફ કરી એકત્ર કરી તેનો નિકાલ કરી દરેક લોકો સહભાગી બન્યા
કોસ્ટલ ક્લીનઅપ ડેના દિવસે ભારતના આઝાદીના અમૂર્ત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ ગાંધીનગર દ્વારા દરિયાઈ કિનારની સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભાટ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બીલીમોરાની વિવિધ સંસ્થાઓ હરિયાલી ગ્રુપ, લાયન્સ ક્લબ, જાયન્ટ ગ્રુપ, યુથ હોસ્ટેલ, જલારામ ટ્રસ્ટ, માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ, શાળાઓ, કોલેજો અને મેધર-ભાટના ગ્રામજનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત લગભગ એક હજારથી વધુ લોકોએ આ અભિયાનમાં સહભાગી બની સફાઈ કરી પ્લાસ્ટિક સહિત દરિયા કિનારે ફેલાયેલો કચરો સાફ કરી એકત્ર કરી તેનો નિકાલ કરી દરેક લોકો સહભાગી બન્યા હતા.