SURAT

અડાજણમાં મોડલીંગ કરતા યુવક ઉપર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો

સુરત : પાલનપુર જકાતનાકા પાસે રહેતા અને મોડલીંગનું (Modeling) કામ કરતા યુવકને ગઈકાલે રાત્રે ફોન (Call) કરી સમાધાન કરવા બોલાવી માર મરાયો હતો. ચપ્પુના (Knife) ઘા મારી હત્યાનો પ્રયાસ કરી તેને કાર નીચે કચડવા પણ પ્રયાસ કરાયો હતો. પાલનપુર જકાતનાકા પાસે હીદાયતનગર ફન્ટકૃપા સ્કુલ પાસે રહેતો 24 વર્ષીય ઋત્વિકભાઇ ભાઇલાલભાઇ પરમાર ફેશન મોડલીંગ કરે છે. તેને અડાજણ પોલીસ સ્ટેશનમાં રોશન ઉર્ફે છાકા (રહે-૫૧, પેવેલીયન્સ જહાંગીરપુરા), અવિ ઉર્ફે અક્ષુ પટેલ, સુરજ ઉર્ફે સૂર્યા પટેલ અને આકાશ ઉર્ફે માયકલ તથા નિલ પટેલની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.

ગઈકાલે રાત્રે ઋત્વિકના મિત્ર માન્યોના મોબાઈલ ફોન પરથી રોશને ફોન કરીને રૂકો બોલે છે ? કાર્તિક તારો ફ્રેન્ડ છે. ? “તેમ પુછ્યું હતું. ઋત્વિકે હા પાડતા ગાળાગાળી કરી હતી. જેથી ઋત્વિકે પણ ગાળો બોલી હતી. ત્યારબાદ તરત જ બીજા મોબાઈલ પરથી ફોન કરીને ઋત્વિકને તુ અહી ટીજીબી હોટલની સામે ઝનતગૃપના મંડપ પાસે આવી જા, જે કંઈ હશે તે વાતચીત કરી પતાવી દઈએ. તેમ કહી બોલાવ્યો હતો. ઋત્વિકે તેના મિત્ર જેનીશને ઘરે લેવા બોલાવ્યો હતો. અને બન્ને સાથે ગયા હતા. પહેલાથી જ આરોપી રોશન, અવિ ઉર્ફે અક્ષુ પટેલ, સુરજ ઉર્ફે સુર્યા પટેલ, આકાશ ઉર્ફે માયાકલ, નીલ, પટેલે ઋત્વિકના મિત્ર અલ્પેશ અને કાર્તિક પટેલને રોકી રાખ્યા હતા.

ઋત્વિકે તેના મિત્ર માન્યા સાથે વાતચીતની શરુઆત કરવાની સાથે જ રોશન ઉર્ફે છાકોએ હાથના કોણીના ભાગે બે ઘા, અવિએ ડાબા પગના જાંઘના ભાગે બે ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. લોહીલુહાણ થતા ત્યાંથી ભાગવાની કોશિષ કરતા એક ફોર વ્હીલ ગાડી જેનાથી ટકકર મારી પાડી નાખ્યો હતો. અને ત્યારે આકાશ, સુરજ, નિલ પટેલ લાકડાના ફટકા લઈ દોડી આવ્યા હતા. અને માર માર્યો હતો. જાતિ વિષયક ગાળો આપી અને વાઘેલા ઘા માંથી માંસ બહાર કાઢી હત્યાનો પ્રયાસ કર્યો હતો. કાર્તિકભાઇ અને અલ્પેશભાઇએ બુમાબુમ કરતા જેનીશભાઇને મોઢાના ભાગે મારી ઇજા કરી આ તમામ આરોપીઓ ફોર વ્હીલ ગાડીમાં બેસી ભાગી ગયા હતા.

Most Popular

To Top