સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા (Saputara) પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં વરસાદી માહોલ જામતા ફરીવાર જાણે ચોમાસાની (Monsoon) ઋતુ (Season) વિધિવત રીતે લયમાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે સાંજનાં અરસામાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તાર તથા ગલકુંડ વિસ્તાર તેમજ સરહદીય ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદી સહિત વહેળાઓ અને ઝરણાઓનાં વહેણ તેજ બન્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી
ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબિર પંથકનાં ગામડાઓમાં સોમવારે દિવસ દરમ્યાન ક્યાંક ઝરમરીયો તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 03 મિમી, વઘઇ પંથકમાં 03 મિમી, સુબિર પંથકમાં 03 મિમી, જ્યારે સાપુતારા પંથકમાં 40 મિમી અર્થાત 1.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોને રાહત મળી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. ધરમપુરના એસટી ડેપો રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોને રાહત મળી હતી.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને લઈને રાજ્ય હવામાન વિભગની ટીમે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક વિસ્તરોમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી.
નીચાણવાળા વિસ્તરોમાં વરસાદી પાણીનો ભરાવો
વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ધરમપુર એસટી ડેપો રોડ સહિત નીચાણવાળા વિસ્તરોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વરસાદી પાણી ભરાવને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. ડાંગરની અને શાકભાજીની ખેતી ઉપર નભતા ખેડૂતોને રાહત મળી હતી.