ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં (Hospital) ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. દહેજ તરફથી ટ્રક લઈ આમોદ તરફ જઈ રહ્યા હતા અને આમોદ તરફથી દહેજ તરફ જતી ટ્રકને મુલેર નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલી વ્યક્તિને કેબિન કાપી બહાર કાઢવામાં આવ્યો હતો.
વલસાડ પાસે ખાડાને કરાણે અકસ્માત થતાં ટ્રક પલટી ગઈ, માર્ગ પર ઘઊં વેરાઈ ગયા
વલસાડ નજીક હાઇવે ઉપર ચંદ્રમૌલિશ્વર મંદિર નજીક અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર હાઇવે ઉપર પડેલા ખાડામાં પુર ઝડપે દોડતી ટ્રક ખાબકતા પાછળની ચેસિઝ તૂટી જતાં પલ્ટી ખાઈ જતાં ઘઉંનો જથ્થો માર્ગ ઉપર વેરાયો હતો. રૂરલ પોલીસે ત્વરિત ધસી આવી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. ઘટનામાં ચાલકોનો બચાવ થયો હતો.
સુરવાડી બ્રિજ પર ફેલાયેલી રેતીથી અકસ્માત, બાઇક ચાલક ઇજાગ્રસ્ત
અંકલેશ્વર ગડખોલ સુરવાડી ફાટક પર બનેલ રેલ્વે બ્રિજ પર હવે સફાઈ બાદ ત્યાંજ વાળેલા માટી રેતી કાંપના ના ઢગલા લોકો માટે જોખમી બન્યા છે ગત રોજ બ્રિજ ફેલાયેલી રેતી અને માટી ને લઈ બાઈક સવાર યુવાન ની બાઈક સ્લીપ થઈ જવા પામી હતી જે બાદ યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બ્રિજ પર ઠેર ઠેર રેતી અને માટી ના ઢગલા અને કચરાનો જથ્થો જોવા મળ્યો હતો તો બ્રિજ પર દારૂ ની ત્યજી દેવાયેલી થેલી ઓ નો જથ્થો નજરે પડ્યો હતો જે જોતા બ્રિજ પર રાત્રી ના દારુ ની મહેફિલ પણ જામતી હોવાનું નકારી શકાય નહીં.
બ્રિજ પર રાત્રી ના દારુ ની મહેફિલ પણ જામતી હોવાનું નકારી શકાય નહીં.
તો બ્રિજ નીચે પણ દારૂનો બોટલ જોવા મળી હતી જે જોતા રાત્રી ના અસામાજિક તત્વો નો અડિગો જામતો હોવાની સાથે જાહેર માં દારૂ ની મહેફિલ યોજાઈ રહી હોવાની પ્રતીતિ થઇ રહ્યું છે તો લોકો પણ આ અંગે પુષ્ટિ કરી રહ્યા છે. બ્રિજ ની સફાઈ તેમજ નિભાવન કરવા જવાબદારી પંચાયત, પાલિકા , માર્ગ અને મકાન વિભાગ કે પછી બ્રિજ ના ઇજારદાર ની છે તે જ સવાલ ઉભો થઇ રહ્યો છે. તો પોલીસ વિભાગ દ્વારા રાત્રી ના પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવે એ જરૂરી છે. તેમજ ત્વરિત અસર થી સફાઈ કરવામાં આવે તેવી માગ વાહન ચાલકો કરી રહ્યા છે.