સુરત: શહેરી વિસ્તારમાં વાત કરીએ તો આમ તો તમામ તહેવારો (Festivals) આનંદ ઉલ્લાસપૂર્વક તેમજ બઘા સાથે મળી પરિવારની (Family) જેમ ઉજવે છે. છેલ્લાં બે વર્ષોથી કોરોના (Corona) મહામારીના કારણે તમામ તહેવારો ઉજવવા પર બ્રેક (Break) લાગી ગઈ હતી. પરંતુ આ વર્ષે બાપ્પાના તહેવારને લોકોએ મન મૂકીને ઉજવ્યો છે. ગણેશ ચતુર્થીના આ 10 દિવસ લોકોએ આનંદ તેમજ ભકિતના રંગે રંગાઈને ઉજવ્યો છે. આમ તો આ તહેવાર મહારાષ્ટ્રના લોકો માટે ખાસ તહેવાર ગણાય છે. પરંતુ આજે દરેક સમૂદાયના લોકો આ તહેવારને રંગેચંગે ઉજવે છે.
આજે બાપ્પાના વિર્સજન સમયે સુરતમાં અસ્સલ મહારાષ્ટ્રનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં લોકો બાપ્પાને વિદાય આપતા સમયે ગોપ નામની રમત રમતા હોય છે. આજે ગણેશ વિર્સજન દરમ્યાન સુરતમાં પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી ગણેશ વિસર્જન જોવા મળ્યું હતું. બાપ્પાના પ્રિય એવા મોદકના લાડુઓના વિતરણની સાથે વિસર્જન દરમ્યાન મહારાષ્ટ્રીયન મહિલાઓ નવ વારની સાડી પારંપરિક રીતે પરિધાન કરીને ખાસ ગોપ નામની રમત રમીને બાપ્પાને રિઝવવાનો પ્રયાસ કરે છે તેમજ તેમને ભારે મન સાથે વાજતે ગાજતે વિદાય આપે છે. સુરતમાં આ ગોપ નામની રમત પારસી શેરીમાં રમવામાં આવી હતી.
શું છે આ ગોપ નામની રમત
ગોપ નામની રમત મહારાષ્ટ્રમાં જોવા મળે છે કે જયાં મહારાષ્ટ્રીયન મહિલાઓ નવ વારની સાડી પહેરી એક રમત રમે છે. આ રમત બાપ્પાના વિસર્જન સમયે રમવામાં આવે છે. તેઓ એક કુંડાળુ બનાવે છે. કુંડાળાની વચ્ચે બામ્બુ તૈયાર કરી આજુબાજુ 8 થી 10 દુપટ્ટા બાંઘવામાં આવે છે. આ દુપચટ્ટાને પકડીને લોકો ગોળ ગોળ ફરે છે. આ ઉપરાંત ગુલાલની છોડ ઉડાડી આ પ્રકારની રમત રમી ગણેશજીને રિઝવી ભારે હૈયે વિદાય આપવામાં આવે છે. સુરતમાં આ રમત પારસી શેરીમાં રમવામાં આવી હતી.