અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar)માં વિકાસનાં રથમાં વધુ એક પૈડું જોડાવા જઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ગુજરાત(Gujarat) રાજ્યનો ચોથો સૌથી લાંબો રન-વે(Runway) બનવા જઈ રહ્યો છે. આ રન-વે અંકલેશ્વરનાં અમરતપુરા પાસે બનશે. જે રાજ્યનો સૌથી મોટો રન-વે હશે. રન-વે બનાવવા માટે અહીં કવાયત ઝડપી બની છે. આ સાથે જ અહિયાં રાજ્યની સૌપ્રથમ કાર્ગો વિમાન સેવા(Air service) શરૂ થવાની છે, સાથોસાથ વિમાન રિપેરિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. હાલમાં એર સ્ટ્રિપની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ સ્થળની મુલાકાત કરી હતી.
આ ત્રણ શહેરોમાં છે રન-વે
ભરૂચ જિલ્લા પાસે હવાઈ સેવા ન હતી. જેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલે આ બાબતે રજૂઆત કરી હતી. જેથી તેઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે 100 કરોડ ફાળવીને કાર્ગો સર્વિસ સેવા ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2.5 કિમી લંબાઈ ધરાવતી એર સ્ટ્રિપ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે. અને હવે અંકલેશ્વરમાં બનવા જી રહી છે. આ એર સ્ટ્રિપ પર બોઇંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે. ગત 25મી ડિસેમ્બરના રોજ થયેલી જાહેરાત બાદ ટેન્ડરપ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો હતો. 18 મહિનામાં 2.5 કિલોમીટર લાંબો રનવે તૈયાર થઇ જશે.
રન-વેની ખાસિયતો
- અંકલેશ્વરમાં 90 કરોડના ખર્ચે તૈયાર થશે રન-વે
- 2.5 કિમી લાંબો રનવે તૈયાર કરાશે
- રાજ્યનો ચોથા નંબરનો લાંબો રન-વે બનશે
- 18 મહિનામાં ડ્રાઈ-વે થશે તૈયાર
- અહીં રાજ્યનું સૌપ્રથમ કાર્ગો વિમાન લેન્ડ થશે
- એર સ્ટ્રિપ પર બોઇંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે
રાજ્યમાં સૌપ્રથમ કાર્ગો સેવા શરૂ થશે
રાજ્ય ઉડ્ડયનમંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલ સાથે એર સ્ટ્રિપની ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરીને કોન્ટ્રેક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, રાજ્ય સરકાર અંકલેશ્વરના માંડવા ખાતે એર સ્ટ્રિપ સ્થળ એટલે અમરતપુરા ખાતે કાર્ગો સર્વિસની સેવા શરૂ કરશે. રાજ્યનાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ ભરૂચમાં અઢી કિમીનો રનવે બનવા જઈ રહ્યો છે, જેના પર બોઈંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે. બીજા ફેઝમાં વિમાન રિપેરિંગ સેન્ટર, કાર્ગો હેન્ગર સહિતની અન્ય સેવા કામગીરી શરૂ કરાશે.