ભરૂચ: વળતરને (compensation) લઈ શનિવારે વિરોધમાં (Opposition) ઉતરી થાળી વેલણ ખખડાવી પરિવાર સાથે ૧૨૦૦ જેટલા ખેડૂતોએ શક્તિ પ્રદર્શન (Power Display)કર્યું હતું. જો વળતર નહિ મળે તો પ્રોજેક્ટો અટકાવી દેવા સુધીની ચીમકી આપી દેવાઈ છે. કલેકટર કચેરી ખાતે મહિલાઓ, બાળકો સાથે ૧૨૦૦ જેટલા ખેડૂત પરિવારે (Farmer Family) આગામી તા-૧૨મી સપ્ટેમ્બરે મહારેલીની પણ જાહેરાત કરી છે.ભરૂચ જિલ્લામાં હાલ પ્રધાનમંત્રીના ૩ મહત્વકાંક્ષી પ્રોજેક્ટો મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ અને ભાડભુત બેરેજ યોજનાની કામગીરી ચાલી રહી છે.
- એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ અને બુલેટ યોજનાંમાં જંત્રી પ્રમાણે વળતરમાં અસંતોષ
- આક્રમક મુડમાં ૧૨૦૦થી વધુ મેદની કલેકટર કચેરીમાં ભેગી કરી દીધી હતી
સરકારના દાવા મુજબ જમીન સંપાદન ૯૦ થી ૧૦૦ ટકા થઈ ગયું છે. જોકે એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ અને બુલેટ યોજનાંમાં જંત્રી પ્રમાણે વળતરનો અસંતોષ હજી જોવા મળી રહ્યો છે. જેને લઈ શનિવારે જિલ્લાના ૫૨ ગામના આ ૩ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેકટરને આવદેનપત્ર આપ્યું હતું. આજે ખેડૂતોએ મહિલા અને બાળકોએ થાળી વગાડીને આક્રમક મુડમાં ૧૨૦૦થી વધુ મેદની કલેકટર કચેરીમાં ભેગી કરી દીધી હતી.
ખેડૂતોનો વળતરનો પ્રશ્ન નહિ ઉકેલાઈ તો આ ત્રણેય પ્રોજેક્ટો અટકાવી દેવાની પણ ચીમકી
ખેડૂતોની એક જ માંગણી હતી કે, સુરત, વલસાડ અને નવસારી જિલ્લા મુજબ તેઓને જંત્રીના ભાવ અપાયા છે. આ ત્રણ જિલ્લા કરતા જંત્રીમાં એક મીટરે રૂ.૧૦૦૦ ની વિસંગતતા હોવાની કેફિયત ભરૂચના ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. જો આગામી સમયમાં ભરૂચના ખેડૂતોનો વળતરનો પ્રશ્ન નહિ ઉકેલાઈ તો આ ત્રણેય પ્રોજેક્ટો અટકાવી દેવાની પણ ચીમકી અપાઈ છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાને ૩ તાલુકાના ૩ પ્રોજેક્ટના ૨૮૦૦ જેટલા ખેડૂતો વતી અપાયેલ આવેદનમાં જણાવાયું હતું કે, આગામી ૭ દિવસમાં અન્ય 3 જિલ્લા જેટલું રૂ.૯૦૦ થી ૧૨૦૦ પ્રતિ ચોરસ મીટર વળતર નહિ અપાઈ તો તા-૧૨મી સપ્ટેમ્બરે કાઢી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે.
અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેકટરને આવદેનપત્ર આપ્યું
જોકે એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ અને બુલેટ યોજનાંમાં જંત્રી પ્રમાણે વળતરનો અસંતોષ હજી જોવા મળી રહ્યો છે. જેને લઈ શનિવારે જિલ્લાના ૫૨ ગામના આ ૩ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેકટરને આવદેનપત્ર આપ્યું હતું. આજે ખેડૂતોએ મહિલા અને બાળકોએ થાળી વગાડીને આક્રમક મુડમાં ૧૨૦૦થી વધુ મેદની કલેકટર કચેરીમાં ભેગી કરી દીધી હતી.