SURAT

સુરતમાં 7 ઈંચની ગણેશ પ્રતિમાનું આકર્ષણ

સુરત: ગણેશ ચતુર્થીના તહેવારમાં સુરતીઓ ગણેશ પ્રતિમાઓ,(Ganesha Statue) પંડાલો અને આકર્ષક ડેકોરેશન (Decoration)પાછળ પાણીની જેમ રૂપિયા વહાવી દેય છે.જોકે આ બધાની વચ્ચે સુરતના ગણેશ ભક્તો કંઈક વિશેષ ((Unique) પણ કરી જતા હોઈ છે.રાંદેર (Rander) વિસ્તારની વાંકલ શેરીમાં (Wankal Street) અંકિત સેલર જબરા ગણેશ ભક્ત છે.તેઓએ યુનિક કહી શકાય તેવી માત્ર સાત ઇંચની (Seven Inches) માઈક્રો (Micro) પ્રતિમાની (statue) સ્થાપના ઘરમાં કરી છે. એકદમ જીવંત (live)લગતી બાપ્પાની આ પ્રતિમા સોશ્યલ મીડિયા (Social Media)ઉપર ખાસ્સી વાયરલ થઈ ચુકી છે અને દૂર સુદુરથી ભકતો બાપ્પાના આ સ્વરૂપના દર્શન કરવા માટે રાંદેર આવી પહોંચે છે.આ પ્રતિમા હથેળીમાં સમાય જાય તેટલી છે.સ્થાપનના બાદ દશેદશ દિવસ બાપ્પાનું પૂજન અર્ચન વિધિવત રીતે થતું હોય છે.

બાલ કૃષ્ણ ઝાંખી મનમોહક અને આકર્ષણથી ભરપૂર
કૃષ્ણના અજબ આકર્ષણની ઉપમાઓ આપવી આમતો શક્ય નથી.અને એમાં પણ બાલ કૃષ્ણ વાત આવે એટલે મન પણ જાણે આપોઆપ જ મોહિત થઈ જતું છે.આવી આકર્ષક અને માઈક્રો કોનસેપ્ટની પ્રતિમાનો આઈડિયા અંકિતને આવ્યો હતો.આમતો અંકિત છેલ્લા 8 વર્ષથી નેનો પ્રતિમાની સ્થપાના તેના ઘરમાં કરે છે.દર વર્ષે અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ ખાસ્સું આકર્ષણ જમાવે છે.જોકે આ વર્ષે તેમણે બાલ કૃષ્ણ સ્વરૂપની પ્રતિમા તો અલગ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.પ્રતિમા વિષે અંકિત જણાવે છે કે,બાલ કૃષ્ણ સ્વરૂપની આ પ્રતિમા તેઓ કાયમ માટે ઘરમાં સ્થાપિત કરશે અને તેની જગ્યાએ 3 ઈંચના પુષ્ટિપતિ ગણેશજી નું નદીમાં વિધિવત રીતે વિસર્જન કરશે.ઘર આંગણે તપેલા વિસર્જનમાં તેઓ માનતા નથી.

મુંબઈના લોવર પરેલના મૂર્તિકારને ખાસ ઓર્ડર આપે છે
માઈક્રો સ્કેલની માત્ર 7 ઇંચની આ જીવંત પ્રતિમા સુરત શહેરમાં પ્રથમ હોવાનો દાવો થઇ રહ્યો છે.આ પ્રતિમા ફાયબરની છે પણ તેને ડેકોરેટિવ પીસ તરીકે સ્થપાસે નહિ તેવું પણ અંકિત સેલરે જણાંવ્યું હતું.પ્રતિમા એટલી નાની છે કે તેના વાઘા બદલાવવા શક્ય નથી જેથી બાપ્પાના ચરણોમાં પુષ્પ અને દુર્વા અર્પણ કરવામાં આવે છે.ખાસ ઓર્ડરથી આ પ્રતિમા બનવામાં આવી છે. મૂર્તિનું ફિનિશિંગ પણ લાઈવ લાગે છે.નાનકડી એવી આ પ્રતિમા પાછળ 12 થી 15 હજારનો ખર્ચો થયો છે.મુંબઈના લોવર પરેલના વિશાલ સુર્યકાંત શિંદેએ આ આકર્ષક પ્રતિમા બનાવવાનો શ્રેય જાય છે.

નેનો પ્રતિમા બનવવા પાછળ વધુ સમય લાગી જતો હોઈ છે
આમ તો બાપ્પાની નાની હોઈ કે મોટી દરેક પ્રકારની પ્રતિમાઓ એક બે દિવસમાં તૈયાર થઇ જતી હોઈ છે. પણ નેનો થીમની સિસ્ટમ અલગ હોઈ છે.આપણી હથેળીમાં સમાય જાય તેવી માઈક્રો પ્રિતમાં અને એ પણ જીવંત બનાવવી એ મૂર્તિકાર માટે એક ચેલેન્જ સમાન છે.પ્રતિમા બની ગયા પછી તેની ઉપર કલર કામ અને તેને સુકાવવા પાછળ પણ બે-થી ત્રણ દિવસો વીતી જતા હોઈ છે.એટલે બાપ્પાની સ્થપનાને 15 થી 20 દિવસ પહેલા ઓર્ડર આપવો પડતો હોઈ છે.

Most Popular

To Top