World

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનની પત્નીને ભ્રષ્ટાચારનાં આરોપમાં 10 વર્ષની સજા

મલેશિયા: મલેશિયા(Malaysia)ની અદાલતે ગુરુવારે ભૂતપૂર્વ(former) વડા પ્રધાન(Prime Minister) નજીબ રઝાક(Najib Razak)ની પત્ની(Wife) રોઝમા મન્સૂર(Rozma Mansoor)ને તેમના પતિના કાર્યકાળ દરમિયાન લાંચ(bribe) લેવાના દોષી ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલ(Jail)ની સજા(Punishment)ફટકારી છે. નજીબ પહેલેથી મલેશિયન ડેવલપમેન્ટ બરહાડ ફંડ (1MDB) માંથી સરકારી ભંડોળની ઉચાપત કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે અને તેને ગયા અઠવાડિયે જેલમાં મોકલવામાં આવ્યો છે. તેમને પાંચમાંથી એક ભ્રષ્ટાચારના કેસમાં 12 વર્ષની સજા થઈ છે. રોઝમા મન્સૂર પર બોર્નિયો ટાપુ પર શાળાઓ માટે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાના પ્રોજેક્ટ પર કંપનીને કામ કરાવવા માટે 2016 અને 2017 ની વચ્ચે 6.5 મિલિયન રિંગિટ (US $1.5 મિલિયન)ની માંગણી કરવા અને સ્વીકારવાના ત્રણ ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે તેઓને દરેક કેસમાં 10-10 વર્ષની સજા સંભળાવી હતી અને 97 કરોડ રિંગિટનો દંડ પણ લગાવ્યો હતો. તમામ સજા એકસાથે લાગુ પડશે. ટોચની અદાલતોમાં તેની અરજી પડતર હોય ત્યાં સુધી તે જામીન માંગી શકે છે.

રાજકીય દ્વેષની ભાવનાથી પગલાં લેવાયા છે: રોઝમા મન્સૂર
હાઈકોર્ટના જજ મોહમ્મદ ઝૈની મઝલાને કહ્યું કે ફરિયાદીએ સાબિત કર્યું છે કે રોઝમા મન્સૌરે લાંચ માંગી હતી અને સ્વીકારી હતી. અગાઉ, રોઝમાએ કોર્ટને કરેલી ભાવનાત્મક અપીલમાં કહ્યું હતું કે તેઓ નિરાશ છે અને તેઓને લાગ્યું કે ન્યાય મળ્યો નથી. રોઝમાએ જણાવ્યું હતું કે તેમણે પતિના વડા પ્રધાન કાર્યકાળ દરમિયાન પત્ની તરીકે ચેરિટી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરતી વખતે ક્યારેય પૈસાની માંગણી કરી નથી કે કોઈની પાસેથી લાંચ લીધી નથી. તેમણે કહ્યું કે નજીબને જેલની સજા ફટકારવામાં આવી હતી અને રાજકીય દ્વેષથી લીધેલા પગલાને કારણે તેનો પરિવાર પીડાઈ રહ્યો હતો. રોસ્માએ કહ્યું કે, મને પ્રોજેક્ટની કિંમત પણ ખબર નથી. હું માત્ર સત્ય કહું છું અને સત્ય સિવાય બીજું કંઈ નથી. જો આ તમારો નિર્ણય છે, તો હું ભગવાનને શરણે છું.

દંડની રકમ મલેશિયાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે: રોઝમાના વકીલ
બચાવ પક્ષના વકીલ જગજીત સિંહે બાદમાં પત્રકારોને જણાવ્યું કે દંડની રકમ મલેશિયાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. તેણે કહ્યું કે રોઝમા આઘાતમાં છે અને પરેશાન છે અને તે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવા માંગે છે. કાયદા હેઠળ, દરેક ચાર્જમાં 20 વર્ષ સુધીની જેલની સજા અને માંગવામાં આવેલી અને પ્રાપ્ત કરેલી લાંચના પાંચ ગણા દંડની જોગવાઈ છે. નજીબ 1MDBમાં ઉચાપત સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના પાંચમાંથી એક કેસમાં તેની અંતિમ અપીલ હારી ગયો. નજીબની 12 વર્ષની જેલની સજા શરૂ થયા બાદ તેની પત્નીને સજા સંભળાવવામાં આવી છે. નજીબ અને રોઝમા પર 1MDB કૌભાંડને કારણે જનઆક્રોશને કારણે 2018ની ચૂંટણીમાં નજીબની પાર્ટી યુનાઈટેડ મલય નેશનલ ઓર્ગેનાઈઝેશન (UMNO)ની હાર બાદ ભ્રષ્ટાચારનો આરોપ છે. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે રોઝમાના ટ્રાયલમાં 2009માં નજીબના કાર્યકાળ દરમિયાન કથિત અનિયમિતતાઓનો પણ પર્દાફાશ થયો હતો. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે રોઝમાહ કોઈ હોદ્દો ધરાવતા ન હોવા છતાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.

Most Popular

To Top