Sports

કરો યા મરો મેચમાં બાંગ્લાદેશને રોમાંચક પળોમાં બે વિકેટે હરાવી શ્રીલંકા સુપર ફોરમાં

દુબઇ : એશિયા કપની (Asia Cup) આજે અહીં ગ્રુપ-બીની (Group B) બંને ટીમ (Team) માટે કરો યા મરો સમાન મેચમાં બાંગ્લાદેશની ટીમે મહેંદી હસન મિરાજ, અફિફ હિસેન, ોસાદેક હુસેનની ફટકાબાજીને કારણે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 183 રન કરીને મૂકેલા 184 રનના લક્ષ્યાંકને શ્રીલંકાએ અંતિમ ઓવરના બીજા બોલે કબજે કરીને મેચ 2 વિકેટે જીતવાની સાથે સુપર ફોરમાં એન્ટ્રી કરી લીધી હતી.

  • 10.3 ઓવરમાં 87 રને 4 વિકેટ ગુમાવ્યા પછી બાંગ્લાદેશે અંતિમ 9.3 ઓવરમાં 96 રન ઉમેરીને સ્કોર 7 વિકેટે 183 પર પહોંચાડ્યો
  • કુસલ મેન્ડિસની અર્ધસદી, દાસૂન શનાકાની 45 રનની ઇનિંગ અને અંતિમ ઓવરોમાં કરુણારત્ને અને ફર્નાન્ડોની ફટકાબાજીથી શ્રીલંકા જીત્યું

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ વતી દાવની શરૂઆત કરવા ઉતરેલા કુસલ મેન્ડિસે ટીમ વતી ઉપયોગી ઇનિંગ રમી હતી, જો કે તેને સામે છેડેથી એટલો સહકાર મળ્યો નહોતો. કેપ્ટન દાસુન શનાકા જ્યારે બેટીંગમાં આવ્યો અને તે પછી બંને વચ્ચે 5.4 ઓવરમાં 54 રનની ભાગીદારી થઇ હતી. કુસલ 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રન કરીને પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. દાસુન શનાકા 33 બોલમાં 45 અને કરૂણારત્ને 16 રન કરીને આઉટ થયા પછી અસિથા ફર્નાન્ડોએ 3 બોલમાં 10 રન કરીને શ્રીલંકાને 2 વ વિકેટે જીતાડ્યું હતું.
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ વતી ઓપનીંગમાં સ્પીનર મહેંદી હસન મિરાજ અને સાબીર રહેમાન ઉતર્યા હતા. સાબિર તો કંઇ ખાસ કરી શખ્યો નહોતો પણ મહેંદી હસન મિરાજે આક્રમક ઇનિંગ રમીને 26 બોલમાં 39 રન કર્યા હતા. કેપ્ટન સાકિબ પણ 24 રન કરીને આઉટ થયો હતો. જ્યારે અફિફ હુસેને 22 બોલમાં 39 અને મહમુદુલ્લાએ 22 બોલમાં 27 રન કર્યા હતા. જો કે મોસાદેક હુસેને અંતિમ ઓવરમાં માત્ર 9 બોલમાં 24 રન ફટકાર્યા હતા. શ્રીલંકા વતી વનિન્દુ હસરંગા અને ચમિકા કરૂણારત્નેએ 2-2 જ્યારે દિલશાન મધુશંકા, મહીશ તિક્શાના અને અસિથા ફર્નાન્ડોએ 1-1 વિકેટ મેળવી હતી.

Most Popular

To Top