Gujarat

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરેન્ટમાંથી એવું તો શું મળ્યું કે રાજકોટનું તંત્ર દોડતું થઇ ગયું

રાજકોટ(Rajkot): હાલમાં ચોમાસા(Monsoon)ની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ કરીને રાજકોટમાં હાલમાં વાયલર રોગચાળો તેમજ મચ્છરોથી થતા રોગો જેવા કે મેલેરિયા(Malaria), ડેન્ગ્યું(Dengue)નાં કેસો વધી રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ(Health Department) એલર્ટ થઇ ગયું છે. રાજકોટ શહેરમાં વિવિધ સ્થળો પર આરોગ્ય વિભાગે ડ્રાઈવ યોજી હતી. જેમાં ખાસ કરીને શહેરની હોટલો, બાંધકામની સાઈટ સહિત અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ક્રિકેટર(Cricketer) રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ના રેસ્ટોરેન્ટ(Restaurant) પર ભારે ગંદકી(Dirt ) અને મચ્છરોનો ઉપદ્રવ(Mosquito infestation) જોવા મળતો હતો. જેના પગલે આરોગ્ય વિભાગે રેસ્ટોરેન્ટને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અન્ય 50 સ્થળોએ પણ આ જ પ્રકારની ગંદકી તેમજ મચ્છરોનાં બ્રીડીંગ મળી આવતા આરોગ્ય વિભાગે કુલ રૂ.1,14,200નો દંડ ફટકાર્યો છે.

રવિન્દ્ર જાડેજાની હોટલમાં ગંદકી
શહેરમાં વધી રહેલા રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમે રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જાડુસ ફૂડસ ફિલ્ડ(Jaadu’s Foods Field) નામની રેસ્ટોરેન્ટ પર ધામા નાખ્યા હતા. તેઓએ ચેકિંગ હાથ ધરતા રેસ્ટોરન્ટમાંથી મચ્છરોનાં બ્રીડીંગ સાથે જ ભારે ગંદકી મળી આવી હતી. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી લઇએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની આ રેસ્ટોરેન્ટ તેમની બહેન નયનાબા સંભાળે છે. આ અગાઉ પણ તેઓની રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાક મળી આવ્યો હતો. જેથી નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારે વધુ એકવાર હોટલમાંથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી.

મચ્છર મળ્યા તો હવે કાર્યવાહી થશે
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીનાં જણાવ્યા અનુસાર, હાલમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થયપ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેના કારણે રોગચાળો ફેલાઈ છે. આ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ જોવા મળશે તે જગ્યાના માલિક વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.


Most Popular

To Top