ભરૂચ: ભરૂચના (Bharuch) સ્ટેશન (Station) રોડ ઉપર જૂના (Old) એસટી ડેપોમાં (S.T.Depot) નવનિર્માણ પામી રહેલા સિટી (City Centar) સેન્ટર પાછળ નવનિર્માણ બાંધકામ થયેલા સ્થળ ઉપર મોટી બે ગેલેરી (Gallery) અચાનક ધરાશાયી (collapsing) થતાં કામદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને કામદારોએ પોતાના જીવ બચાવી ભાગવાનો વારો આવ્યો હતો. કહેવાય છે કે, આ બાંધકામમાં ઘણા કામદારો જોખમી રીતે કામ કરી રહ્યા છે, પરંતુ કામદારોની સેફટી નો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર હોય કે પછી સેફટી ઈન્સ્પેક્ટર સિટી સેન્ટરના બાંધકામ સ્થળે કામદારોની કેટલી સેફ્ટી રાખવામાં આવે છે તે દિશામાં તપાસ કરવાની જરૂર છે.
ભરૂચ જિલ્લાના રૂપનગરની 35 વર્ષ જૂની એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલયની બિલ્ડિંગ જોખમી
ભરૂચ: ગુજરાતની કેટલીક સરકારી શાળાઓની ઇમારતો જ નહીં પણ ભરૂચ જિલ્લાની એકમાત્ર વાલિયા તાલુકાના અંતરિયાળ રૂપનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની ૩૫ વર્ષ જૂની બિલ્ડિંગ અને હોસ્ટેલને અનસેફ જાહેર કરી દેવાઈ છે.
આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી રેસિડેન્સિયલ સ્કૂલમાં ધોરણ-૬થી ૧૨ના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહેવા સાથે અભ્યાસ કરે છે. કોરોનાનો કપરો કાળ વીતી ગયાને ૨ વર્ષ થયાં છે.
- કોરોનાનાં બે વર્ષ બાદ પણ સંચાલકો ધો.6થી 8નાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા મજબૂર
- કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે નવી બિલ્ડિંગ તૈયાર કરે તેવી પ્રિન્સિપાલ અને વાલીઓની રજૂઆત
કેન્દ્રીય સ્કૂલમાં હજી પણ ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા જ શાળા સંચાલકો મજબૂર બન્યા છે. વિદ્યાર્થીનાં ભાવિ સાથે અહીં જો ઓફલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો જીવનું જોખમ રહેલું છે. ધોરણ-૯થી ૧૨ના વર્ગો તો ઓફલાઇન ચાલી રહ્યા છે. નવી બિલ્ડિંગ સાથે કોન્ટ્રાકટ એજન્સી સી.પી.ડબ્લ્યૂ.ડી. દ્વારા ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલ પણ બની રહી છે. જો કે, કામ અત્યંત મંથરગતિએ ચાલતું હોવાથી ખુદ પ્રિન્સિપાલ અને સ્ટાફ પણ ભારોભાર નારાજ છે. હવે ધોરણ-8ના વાલીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા આવ્યા હતા. પોતાનાં બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોય વાલીઓએ તો બાળકોને જોખમ વચ્ચે પણ ઓફલાઇન વર્ગો ચલાવવા સંમતિપત્રકો આપી દીધા છે. પણ આ જોખમી કેન્દ્રીય શાળાની ઇમારત હોનારત સર્જે તે પહેલાં નવી ઇમારતના કામમાં ઝડપ લાવવા વાલીઓ, સ્ટાફ અને પ્રિન્સિપાલે માંગણી કરી છે.૩૫ વર્ષ જૂની બિલ્ડિંગ અને હોસ્ટેલને અનસેફ જાહેર કરી દેવાઈ છે.