કામરેજ: (Kamraje) વિહાણથી (Vihan) ત્રણ મિત્રો કાવણી ઈંડાં ખાવા જતાં સેવણી (Sevani) પાસે વળાંકમાં કારના (Car) ચાલકે (Driver) કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતાં બે (Two) યુવાનનાં ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યાં હતાં.કામરેજ તાલુકાના યુવરાજસિંહ,વિજયસિંહ મોરી,દીનબંધુ હોસ્પિટલની (Hospital) એમ્બુલન્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. માંડવી ખાતે રહેતા મિત્ર જતીન પંચાલ હેમાંગ કહારની મારુતિ સ્વિફ્ટ કાર લઈને રવિવારના રોજ સેવણી ગયા હતા.
ત્રણેય મિત્ર વિહાણ ચોકડી પર બેસી ઈંડાં ખાવાનું નક્કી કર્યુ હતું
સાંજના 4 કલાકે વિહાણ ચોકડી પર મિત્ર મેહુલ હરીશ પરમાર હિમાંશુ પ્રવીણ સોલંકી મળ્યા હતા. મેહુલ અને હિમાંશુના ઘરે પરિવારના સભ્યો ઘરે ન હોવાથી ત્રણેય મિત્ર વિહાણ ચોકડી પર બેસી ઈંડાં ખાવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વિહાણમાં ઈંડાંની લારીઓ બંધ હોવાથી સેવણી ખાતે આવેલા પેટ્રોલ પંપ ખાવા માટે જતાં કાર હિમાંશુ ચલાવીને બાજુમાં મેહુલ અને પાછળની સીટ પર યુવરાજસિંહ બેઠા હતા.
- ત્રણ મિત્ર વિહાણથી સેવણી ઈંડાં ખાવા આવતાં રસ્તામાં જ કાળ ભેટી ગયો
- ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા
કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈ
વિહાણથી સેવણી જતા રોડ પર સેવણી ગામની હદમાં બજરંગ ફાર્મ પાસે વળાંકમાં કારના ચાલક હિમાંશુએ રાત્રિના આશરે 7.30 કલાકે કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતાં આગળ બેસેલા હિમાંશુ અને મેહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવરાજસિંહને સામાન્ય ઈજા થતાં બારડોલી ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંબોલી પાસે દવાખાને જતા બાઇકસવારનું અજાણ્યા વાહન અડફેટે મોત
કામરેજ: માંડવી તાલુકાના કરંજ ગામે રહેતા મનબહાદુર કારકી રવિવારે તબિયત સારી ન હોવાથી કામ પર રજા રાખી સુરત દવાખાને બતાવવા માટે મોટરસાઈકલ લઈ ઘરેથી સુરત જવા માટે નીકળ્યા હતા. ત્યારે કામરેજના આંબોલી ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર બપોરે 1.45 કલાકે અજાણ્યા વાહનના ચાલકે મોટરસાઈકલ સવારને ટક્કર મારતાં શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત હોસ્પિટલમાં લઈ જતાં નીપજ્યું હતું. જે અંગે મરનારની પત્ની નિર્માતાએ કામરેજ પોલીસમથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી