National

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટનાઃ કિચ્છા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી જતાં આઠનાં મોત, 37 ઘાયલ

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) રવિવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કિચ્છા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી (Trolley) પલટી જતાં આઠ લોકોના મોત (Daeth) થયા હતા. આ અકસ્માતમાં 37 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોતાની નજર સામે પોતાના સ્નેહીજનોના મૃતદેહ જોઈ સ્વજનો પર દુખનો પહાડ તૂટી પડયો હતો. ધટનાની જાણ થતાં પોલીસ અને જિલ્લા પ્રશાસનના લોકો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

મળતી માહિતી મુજબ લગભગ 45 થી 50 શ્રદ્ધાળુઓ, શક્તિ ફાર્મ વિસ્તારના બસગર ગામના રહેવાસીઓ, સરહદ પર સ્થિત યુપી વિસ્તારમાં આવેલા ઉત્તમ નગર સ્થિત ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉત્તમ નગર ગુરુદ્વારામાં દર રવિવારે ગુરુ ગ્રંથ સાહિબના પાઠ અને લંગરનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જવા માટે ભક્તો ટ્રોલીમાં બેસી રવાના થયા હતા. સિરસા ચોકી બરેલી જિલ્લાના બહેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ચોકી પાસે ટ્રોલી પહોંચ્યા બાદ પાછળથી આવતી ટ્રકે બેકાબૂ ઝડપે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ટ્રોલી બેકાબૂ બનીને પલટી ગઈ હતી.

આ દરમિયાન ટ્રોલી ટ્રેકટર સાથે અથડાઈ હતી. રવિવારે સવારે 9 વાગ્યાના સુમારે સર્જાયેલા અકસ્માતમાં ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા, સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે પોલીસ અધિકારીઓ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. ઘટનાસ્થળે જાણકારી મળ્યા બાદ ઉધમ સિંહ નગર જિલ્લાના પુલભટ્ટા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ મદદ માટે પહોંચ્યા હતા.

Most Popular

To Top