અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસ (Congress) એક્શન વોર્ડમાં આવી ગઈ છે અને હવે રોજબરોજ પ્રજા સમક્ષ જઈ વિવિધ મુદ્દાઓ અંગે ચૂંટણી વિકસી જાહેરાતો કરી રહી છે આજે કોંગ્રેસ દ્વારા આરોગ્યલક્ષી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.
આજે “તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્ય” સંકલ્પપત્રની જાહેરાત કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ઉપપ્રમુખ ડો. જીતુ પટેલે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓ પછી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્પપત્ર-ચૂંટણી ઢંઢેરાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા અને ભાવનગર ખાતેથી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે બનાવેલા અને આજે અસ્તિત્વ ધરાવતાં મોટા ભાગના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સિવિલ હોસ્પિટલોને ભાજપે ડોકટર અને નર્સિંગ સ્ટાફ વિહીન તથા ખંડેર બનાવી દીધા છે. કોંગ્રેસ પક્ષની સરકાર ભાજપની ખાનગીકરણની નિતિને ઉલટાવીને માનવજીવન સાથે સંકળાયેલ નવી આરોગ્ય નીતિ આપશે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતને દેશનું પ્રથમ હરોળનું અવલ નંબરનું રાજ્ય બનાવવા માટે નીચે મુજબના મહત્વાકાંક્ષી સંકલ્પ પત્રની જાહેરાત કરી હતી.
મેડીકલ કોલેજોમાં પુરતો શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની નિમણુંક કરાશે, મેડીકલ અભ્યાસક્રમ સઘન બનાવાશે
જગદીશ ઠાકોરે વિવિધ મુદ્દાઓની જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફ્રી. રૂ. ૧૦ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણ ફ્રી સારવાર, કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી, દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરિકોના ઘરની નજીક સરકારી “જનતા દવાખાનાં”ની સ્થાપના કરાશે, અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના શરૂ કરાશે, સરકાર હસ્તકનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સિવિલ હોસ્પિટલોને NABH સર્ટીફાઈડ કોર્પોરેટ હોસ્પિટલ જેવી ફાઈવ સ્ટાર બનાવાશે, દરેક સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરો, નર્સિંગ અને ટેક્નિકલ સ્ટાફની પુરા પગારથી પારદર્શક ભરતી કરાશે, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલોમાં અને નાનાં-મોટાં શહેરોમાં વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે “જનરીક મેડીકલ સ્ટોર” શરૂ કરાશે, મેડીકલ કોલેજોમાં પુરતો શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની નિમણૂંક કરાશે, આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથીક-આયુષ પદ્ધતિથી સારવારને પ્રોત્સાહન, આ પદ્ધતિઓનો અભ્યાસક્રમ સઘન બનાવાશે, જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં જ હ્રદયરોગ, કીડની, કેન્સર સહિતના રોગોની સારવાર માટેના નિષ્ણાંત ડોકટરો સાથેના વોર્ડ અને વિનામુલ્યે સારવાર અપાશે.
“તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાળક-તંદુરસ્ત દેશ” સુત્રને સાકર કરવા માટે માતા અને બાળકોમાંથી કુપોષણની હકાલપટ્ટી માટે સઘન કાર્યક્રમો. કુપોષિત માતા અને બાળકોના ઉંચા દર ધરાવતા તાલુકાઓમાં પોષણ કેન્દ્રોની સ્થપાશે, તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત દેશનું ધ્યેય હાંસલ કરવા માટે રોગમુક્ત નાગરિક બનાવવા માટે રમત-ગમતનાં મેદાનો, ઈન્ડોર સ્ટેડીયમો, જીમખાના, યોગ સેન્ટર, નેચર કયોરને પ્રાધાન્ય, દરેક શાળા-કોલેજોમાં આવા સેન્ટરો ખોલવામાં આવશે, દીકરા-દીકરીઓના અસમાન જન્મદર ઘટાડવા માટે ખાસ નીતિ બનાવાશે. દીકરીઓના ઓછા જન્મદર ધરાવતા સમુહો-જ્ઞાતિઓની ઓળખ કરીને આવા સમુહ-જ્ઞાતિઓમાં સમાનદર પ્રાપ્ત કરવા માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને દીકરીઓના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂ. ૩,૦૦૦ની અને પુખ્ય ઉંમરે રૂ. ૩૦ લાખની સહાય, માતા અને બાળકોનો મૃત્યુદર ઘટાડીને રાષ્ટ્રિય દર કરતાં નીચો લાવવા માટે સઘન કાર્યક્રમ યોજાશે.