ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન (Swagat Online) કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેદ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ અને વડોદરા સહિત સાત જિલ્લાઓના ના ૭ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું. પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું સુખદ નિરાકરણ ઓછામાં ઓછામાં ઓછા સમયમાં આવે તેમજ આવી ફરિયાદોના કિસ્સામાં નિર્ણાયકતા સાથે ઝડપી કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમની સાર્થકતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા તે દરમ્યાન ‘સ્વાગત’ ઓલ લાઈન રજૂઆતો સાંભળવાની શરૂઆત કરી હતી. આજે યોજાયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોરબંદર, રાજકોટ, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા અને વડોદરા વગેરે જિલ્લાઓના નાગરિકોની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ-૨૦૨૨ના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય અને રાજ્ય સ્વાગત મળીને કુલ ૨,૮૩૫ રજૂઆતોમાંથી ૨,૦૭૩ નો સુખદ નિવેડો લાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત કાર્યક્રમ પછી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તંત્રવાહકો સાથે સંવાદ કરી જે-તે જિલ્લાઓમાં લમ્પી વાયરસની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત રખડતા પશુઓ વિશે પણ પગલા લેવા જણાવ્યું હતું.