નવી દિલ્હી: બહુવિધ ટી-20 લીગના આગમનથી કેટલાક ઇન્ટરનેશનલ ક્રિકેટરો (International Cricktor) માટે પ્રાથમિકતાઓમાં પરિવર્તન (Change) આવ્યું હશે પરંતુ ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ એ બાબતે ખૂબ સ્પષ્ટ છે કે 2023 આઇપીએલમાં (IPL) તેની ભાગીદારી રાષ્ટ્રીય ટીમના કેલેન્ડર પર નિર્ભર રહેશે. વિશ્વના અગ્રણી ઓલરાઉન્ડરોમાંના એક સ્ટોક્સે પહેલેથી જ 50-ઓવરના ફોર્મેટને છોડી ચૂક્યો છે, જેથી વધુ સારી રીતે વર્ક-લાઇફ બેલેન્સ થાય અને તેના માટે નૈસર્ગિક વ્હાઇટ ડ્રેસ પહેરીને ક્રિકેટ રમવાથી મહત્વનું કંઇ નથી.
તેણે કહ્યું હતું કે શેડ્યુલને ધ્યાને લેવાની વાત છે. અમારા માટે હવે શું આવશે તે ધ્યાને લેવાનું છે. પરંતુ જેમ મેં સ્પષ્ટ કર્યું છે કે, ટેસ્ટ ક્રિકેટ મારા માટે સૌથી આગળ છે અને મારા તમામ નિર્ણયો ટેસ્ટ મેચો પર આધારિત હશે. હવે કેપ્ટન તરીકે, મારી પાસે એવું કરવાની જવાબદારી છે, સ્ટોક્સે તેની દસ્તાવેજી શ્રેણી ‘બેન સ્ટોક્સ: ફોનિક્સ ફ્રોમ ધ એશિઝ’ના રિલીઝ પ્રસંગે આયોજિત વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન કહ્યું હતું. તેણે વન ડે ફોર્મેટ અંગે એવું સૂચન કર્યું હતું કે તેને 40 ઓવરની કરવાનું અથવા તો અન્ય કોઇ ફેરફાર કરવાનું આઇસીસીએ વિચારવું જોઇએ.
હવે ચીન ભારત પાસે ક્રિકેટનો કક્કો શીખશે, ચાઇનીઝ કોચ કોલકાતામાં ટ્રેનિંગ લેશે
કોલકાતા: ભારત અને ચીન વચ્ચે સરહદે અને આર્થિક મોરચે તંગદીલીની સ્થિતિ જળવાયેલી રહે છે, જો કે તેમ છતાં હવે ભારત હવે ચીનને ક્રિકેટનો કક્કો બારાખડી શીખવશે. ચીનના કાઉન્સીલ જનરલ દ્વારા બંગાળ ક્રિકેટ એસોસિએશનને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેમાં ચીનમાં ક્રિકેટના ઉત્તેજન માટે મદદ માગવામાં આવી છે.
ચીનના ત્રણ અધિકારીઓએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અભિષેક દાલમિયા સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન તેમણે ક્રિકેટ અંગે જાણ્યું હતું અને પોતાના દેશમાં તેને ઉત્તેજન આપવા માટે મદદ માગી હતી. દાલમિયાએ કહ્યું હતું કે ચાઇનીઝ પ્રતિનિધિ મંડળે અમારી સાથે મુલાકાત કરી હતી અને ચીનના ચોંગક્વિંગ શહેરમાં ક્રિકેટની સુવિધાઓમાં મદદ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે આ પહેલા ભૂતાન ક્રિકેટ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મદદ કરી છે.