નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તાજેતરમાં જ ટ્વિટર (Twitter) પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. પાકિસ્તાની ખેલાડીઓ સાથે હંમેશા એવું થાય છે કે તેમને ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરો વિશે ઘણા પ્રશ્નો (Question) પૂછવામાં આવે છે. એક ચાહકે આફ્રિદીને પૂછ્યું કે વિરાટ કોહલી 1000 દિવસથી વધુ સમય સુધી આંતરરાષ્ટ્રીય સદી નથી ફટકારી શક્યો. આફ્રિદીએ આનો ફની જવાબ આપ્યો હતો. મળતી માહિતી મુજબ આફ્રિદી એવી વ્યક્તિ છે જે ભારતીય ક્રિકેટરો વિશે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવા માટે જાણીતી છે પરંતુ આ પ્રશ્નનો તેનો જવાબ (Answer) અલગ હતો. તે ચાહકોના પ્રશ્નના જવાબમાં, તેણે કહ્યું કે મોટા ખેલાડીઓની (Players) વાસ્તવિક તાકાત જ્યારે તેઓ મુશ્કેલ સમયમાં (Time) હોય ત્યારે જોઈ શકાય છે.
વિરાટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ફટકારી હતી. ત્યાર બાદ તેણે અનેક અર્ધસદી ફટકારી છે, પરંતુ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો નથી. કોહલી માટે આ વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. તેણે ત્રણેય ફોર્મેટમાં 16 મેચ રમી છે. આ દરમિયાન વિરાટે 19 ઇનિંગ્સમાં 25.05ની એવરેજથી 476 રન બનાવ્યા છે. કોહલીએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેની પાસેથી એશિયા કપમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે.
પાકિસ્તાનની પ્રથમ મેચ હશે
27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે ટકરાશે. આ બંને ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ Aમાં કુલ ત્રણ ટીમો છે, ભારત અને પાકિસ્તાન સિવાય ક્વોલિફાયર રાઉન્ડમાં જીતનારી ટીમ આ ગ્રુપમાં જગ્યા બનાવશે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.
રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, દીપક ચહર.