Columns

‘પ્રાર્થના’ સફળતાનો દેવ શ્રીગણેશ છે પ્રાર્થના ‘ભીખ’ નહીં પણ સક્ષમ ‘શીખ’ આપે છે

સ્તુતિ દરેકને ગમે છે. માણસને અને દેવોને પણ. પ્રાર્થના પણ સ્તુતિનું જ એક અંગ છે. સ્તુતિમાં વ્યકિતને દેવોનું સરસ વર્ણન હોય છે અને પ્રાર્થનામાં વર્ણન સાથે વિનય, કૃતજ્ઞતા અને શરણાગતીનો ભાગ હોય છે. અમારી સંસ્કૃતિએ આપણને પ્રાર્થનાનો બોધ આપ્યો છે. એટલે દરેક શુભ પ્રસંગમાં, શરૂઆતમાં આપણે ત્યાં બહુજન સમાજ પ્રાર્થના કરે છે. અમારા ઋષિમુનિઓ પ્રગાઢ જ્ઞાની હતા, દેવો પણ એમને વંદન કરતા હતા. પણ મુનિઓ દિવસના પ્રારંભે જ પ્રભુ પ્રાર્થના કરતા હતા. જે પ્રભુએ અમને ભૂતલપર જન્મ આપ્યો છે. એનું સ્મરણ કરવું માનવોનું આદ્ય કર્તવ્ય છે એમ સ્મૃતિમાં રાખીને એમને દેવોને પ્રસન્ન રાખવા, પોતાના કાર્યમાં સફળતા લાવવા તેઓએ પ્રભુની પ્રાર્થનાઓ કરી છે તે માનવ જાતીને ઉપકારક છે.

‘પ્રર્ષેણ અર્થ ઇતિ’ પ્રાર્થના. પ્રાર્થના એટલે ઉત્કર્ષ, વિકાસ માટેની અભ્યર્થના. જીવ માત્ર અભ્યુદય માટે પ્રયત્નશીલ હોય છે. પોતાના કાર્યમાં સફળ બને એવી માણસની ઉત્કંઠા હોયછે. દરેક કૃતિ, આકૃતિ, પ્રવૃત્તિ, ચમત્કૃતિ પ્રગતિશીલ બને એ માટે માણસ ગતિશીલ રહે છે. એની આંખો, મન સિધ્ધિ મળવા માટે કોઇનો શોધ કરે છે અને કોઇનું મનન કરે છે, નમન કરે છે. ત્યાં જ પ્રાર્થના જન્મે છે. પ્રાર્થનામાં હકની માંગણી નથી પણ અહંનો ત્યાગ છે અને સંપૂર્ણ સમર્પણનો ભાવ છે. માણસ વિનયી, વિચારી, વિવેકી અને વિશાળ મનનો બને એજ પ્રાર્થનાનું લક્ષ છે. પ્રત્યેક માણસમાં કોઇને કોઇ શકિત સંગ્રહિત હોય છે. જ્ઞાન, વિજ્ઞાન, વિદ્વત્તા, બળ, કરામત, પરાક્રમ, શૌર્ય, કલા, કસબ, એના વડે માણસ નિત્ય, નિરંતર પ્રયાસથી એ શ્રેષ્ઠ, વશિષ્ઠ, જેષ્ઠ બની જાય છે.

એ અન્યોથી થોડો વિશિષ્ટ બને છે એ આ મહત્તમતા સાથે એનામાં અહંકાર,ગર્વ, હૃદયતાનો ભાવ નિર્મોલા થવાની શકયતા વધે છે. જો એ પોતાને વિશેષ સમજવા લાગે તો એ કોઇને ગણકારતો નથી. એની શકિતનો એનાથી દૂરઉપયોગ થાય છે. એ વિનાશ તરફ ઢળી પડે છે. સમાજનું કલ્યાણ વિસરી જાય છે. એને મળેલા અધિકારથી, સ્વાર્થ, મોહ અને વિકૃત આચરણમાં રહેવા એનું મન કાર્યરત બને છે. એ જુલ્મી બને છે. કારણ પ્રતિભા શકિત જેના કારણે એને પ્રાપ્ત થઇ છે એના કારકને એ ભુલી જાય છે. ‘કારક’ એટલે અધિષ્ઠતાને જ એ ભુલી જાય છે એટલે જ ‘કૃતજ્ઞ’ ભાવને વિસરી જાય છે. જે શકિત એને નૈસર્ગિક રીતે પ્રદાન થઇ છે.

પણ બુધ્ધશાળી માણસ કૃતઘ્ન બને, પ્રાકૃતિક ભાવને લક્ષમાં ન રાખે તેનાથી જ અસમાનતા, અસંતોષ, અરાજકતા, દ્રોહ અને વિગ્રહનું સામ્રાજય વધે છે. કારણ માણસને સરળતાથી, અન્ન, જળ, વસ્ત્ર, છત્ર અને ઉપભોગીય સાધનો મળ્યા છે. એટલે તે અસામાન્ય, પરમોચ્ય ઉપકારી ઇશ્વરી શકિતથી અજાણ બન્યો છે. અનજાન બન્યો છે. વિશ્વની દરેક સંસ્કૃતિ પ્રાર્થના સાથે સંકળાયેલી છે. પધ્ધતિ ભલે અલગ હોય પણ કહેવાનો મતલબ એક જ હોય છે કે વિધાતા મને સહાય કરો, મારી ઇચ્છા પૂર્ણ કરો. મારા કાર્યોમાં વિઘ્ન બાધા ન આવવા દો. ત્યારે માણસ કોઇ અદ્રશ્ય શકિતને વિનયપૂર્વક મનની વાત કહે છે તે જ પ્રાર્થના ભાવ છે. તેનું જ ‘મુક પ્રાર્થના’ નામ છે.

શુધ્ધ, સાત્વિક, પવિત્ર, ભાવપૂર્ણ, દ્વેષ અને અસૂયારહિત જયારે માણસ કાંઇ પ્રાપ્ત કરવા ધારે છે ત્યારે એનું મન પ્રાર્થનાવત થએલું હોય છે. એટલે જ પ્રાર્થના એટલે શુધ્ધતા એક નિર્મલ મનની મહેચ્છા છે. કોઇનું ઇષ્ટ મા-બાપ હોય, ગુરુ, મિત્ર, પરમાત્મા પણ હોઇ શકે. જયારે માણસ કાંઇ સારું કરવા જાયતો તે આપણા ઇષ્ટને યાદ કરે છે. તેની આગળ નતમસ્તક થઇને પોતાનું સત્કર્મનું નિવેદન કરે એજ ખરી પ્રાર્થના હોય. ઋષિમુનિઓ તો જગત કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરતા આવ્યા છે. આપણા વિનોબાજીભાવે તો કોઇને મળતા ત્યારે  ‘જય જગત’ની ઘોષણા કરતા હતા. ઇશ્વર પર નિતાંત વિશ્વાસ રાખનારી અમારી સંસ્કૃતિ જગત કલ્યાણને વરેલી છે.

ગણપતિ અથર્વ શીર્ષમાં શ્લોક રૂપે પ્રાર્થના છે. ‘ત્વં સાક્ષાદ્યાત્મડસિ નિત્યમ! ઋતંવચ્યિ! સત્યંવચ્યિ! અવત્વંમભૂ! અવવકતારમ્‌! અવશ્રોતારમ્‌! અવદાતારમ્‌! અવધાતારમ્‌! અવાનુચા નમવશિષ્યમ્‌! અવપશ્ચાતાત્‌! અવપુરસ્તાત્‌! અવોત્તરાત્તાત્‌! અવ દક્ષિણાત્તાત્‌! અવયોર્ધ્વાતાત્‌! અવધરાત્તાત્‌ સર્વતો માં પાહિમહિ સમન્તાત્‌! અર્થ બહુ જ સરસ છે. તમે પ્રત્યક્ષ આત્મા છો. હું ઋતજ કહું છું, હું સત્ય કહું છું. મારું તમે રક્ષણ કરો. બોલનારનું રક્ષણ કરો. સાંભળનારનું રક્ષણ કરો. આગળ અને પાછળથી રક્ષણ કરો. ઉત્તર અને દક્ષિણ દિશામાં રક્ષણ કરો. ઉપરથી અને નીચેથી પણ રક્ષણ કરો. ચારે બાજુથી મારું રક્ષણ કરો. અને દયાળુ ભગવાન નિર્મોહી સાધકની પ્રાર્થનાને ઉચિત ઉત્તર અને પરિણામ આપે છે. સાધક કહે છે ‘તુમ હી હો માતા, પિતા તુમહી હો!

Most Popular

To Top