Entertainment

અનુપમ ખેરે બોયકોટ ટ્રેન્ડ અંગે કહી આ વાત.., આમિર ખાનને..

મુંબઈ: રક્ષાબંઘન (Rakshbandhan) તેમજ લાલા સિંહ ચઢ્ઢાને બોયકોટ કર્યા પછી આજકાલ સોશિયલ મીડિયામાં (Social Media) ફિલ્મોને (Film) બોયકોટ કરવા અંગેનો ટ્રેન્ડ (Trend) ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડ અંગે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે વાત કરી હતી. બોલિવૂડ સેલેબ્સ અર્જુન કપૂર, અક્ષય કુમાર, આમિર ખાન-કરીના કપૂરે આ ટ્રેન્ડ વિરુદ્ધ વાત કરી હતી અને આ ટ્રેન્ડને કારણે હિંદી ફિલ્મ જગચ પર ખરાબ અસર થઈ રહી હોવાનું કહ્યું હતું. અનુપમ ખેરે કહ્યું હતું કે જો ફિલ્મ સારી હોય તો કોઈ પણ ટ્રેન્ડ ફિલ્મને ફ્લોપ કરી શકે નહીં. અનુપમ ખેરે આમિર ખાનને પણ આ માટે આડેહાથ લીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે બહુ બધા લોકોએ ફિલ્મની તરફેણમાં કોઈ પોસ્ટ કરી નહોતી તેમ છતાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. એટલેકે જો તમારી ફિલ્મ સારી છે તો કોઈ પણ ટ્રેન્ડ તેને ફલોપ કરી શકે નહિ.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનુપમ ખેરે વઘારામાં જણાવ્યું હતું કે ‘બોયકોટથી ફિલ્મ કમાણી કરતી નથી કે ફલોપ જાય તેવી વાત કરવી મૂર્ખામી છે. બે-ત્રણ વર્ષ પહેલાં મેકર્સ જ ઈચ્છતા હતા કે ફિલ્મ અંગે કોઈ વિવાદ ઊભો કરવામાં આવે તો દર્શકો ફિલ્મ જોવા આવે. મેકર્સ સામેથી કહેતા કે કંઈક વિવાદ કાઢો, કંઈક વાઇરલ થઈ જાય તો આ ફિલ્મ બોકસ ઓફિસ ુપ ઘૂમ મચાવે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે મને ખ્યાલ છે કે હું આ જ સિસ્ટમનો હિસ્સો છું. હવે આ બોયકોટ ટ્રેન્ડ આવ્યો છે. આમિરે હમણાં જ આ અંગે વાત કરી હતી. તેણે 2015માં કંઈક નિવેદન આપ્યા હતા. ત્યારબાદ ‘દંગલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. દરેકને વાણી સ્વાતંત્ર્યનો હક છે. જો કેટલાંક લોકોને ફિલ્મ નથી ગમતી તો ફિલ્મ ના જોવી તે તેમનો અધિકારી છે. જો ફિલ્મ સારી હશે અને દર્શકોને ગમશે તો તે ચોક્કસથી ચાલશે.’ આમિર ખાનનું નામ લીધા વગર અનુપમ ખેરે કહ્યું હતું, તમે ભૂતકાળમાં કંઈક કર્યું હોય અને તે બાબત લોકોને ના ગમી હોય તો લોકોને નારાજ થશે જ.

જણાવી દઈએ કે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ દ્વારા તેણે ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ ગઈ છે. અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ પણ સુપરફ્લોપ રહી છે.

Most Popular

To Top