મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
એક અધિકારીએ જણાવ્યું કે અગ્નિશામક કાટમાળ નીચે કોઈ ફસાયું છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં સાંઈબાબા મંદિર પાસે ગીતાંજલિ ઈમારત લગભગ 12.30 વાગ્યે ધરાશાયી થઈ ગઈ હતી.
મુંબઈના બોરીવલી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCએ જણાવ્યું કે આઠ ફાયર ટેન્ડર અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કોઈ જાનહાની અંગેની જાણકારી મળી આવી નથી. મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગ પહેલાથી જ ખાલી કરવામાં આવી હતી. જેથી કોઈ મોટું નુકસાન કે જાનહાની થઈ નથી.