ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election 2022) 2022 માટે આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો(Candidate)ની બીજી યાદી(List) જાહેર કરી કરી દીધી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italy)એ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 9 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા બે અઠવાડીયા અગાઉ આમ આદમી પાર્ટીએ 10 બેઠકો પર ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી હતી.
બીજી યાદીમાં આ નામો જાહેર કરાયા
રાજુ કરપડા – ચોટીલા
પિયુષ પરમાર – જૂનાગઢના માંગરોળ
કરસનભાઈ કરમૂર – જામનગર
નીમીષા ખૂંટ – ગોંડલ
પ્રકાશભાઈ કોન્ટ્રાકટર – સુરતની ચોર્યાસી બેઠક
વિક્રમ સૌરાણી – વાંકાનેર
ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા
જેજે મેવાડા – અસારવા
વિપુલભાઈ સખીયા – ધોરાજી
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, સૌએ એક મત થઈને નિર્ણય કર્યા બાદ આ યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. લીસ્ટ વહેલી જાહેર કરાયું છે. જેથી ઉમેદવારને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળેપોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ અગાઉ પહેલી યાદી જાહેર કરાઈ હતી
આમ આદમી પાર્ટીએ બે અઠવાડીયા અગાઉ જ પાર્ટીનાં ચુંટણીનાં ઉમેદવારોનો પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં આ ઉમેદવારોનાં નામની જાહેરાત થઇ હતી.
પહેલી યાદીમાં આ નામો જાહેર કરાયા
ભેમાભાઈ ચૌધરી – દિયોદર
જગમાલભાઈ વાળા – સોમનાથ
અર્જુન રાઠવા – છોટાઉદેપુર
સાગર રબારી – બેચરાજી
વસરામ સાગઠીયા – રાજકોટ ગ્રામ્ય
રામ ધડુક – સુરત, કામરેજ
શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ
સુધીર વાઘાણી – ગારીયાધાર
રાજેન્દ્ર સોલંકી – બારડોલી
ઓમપ્રકાશ તિવારી – નરોડા