અમદાવાદ: દેશમાં મોંઘવારી(inflation) આકાશને આંબી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel), દૂધ, શાકભાજીની સાથે સાથે રાંધણ ગેસ તેમજ ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અદાણી(Adani)એ CNGના ભાવ(Price)માં ઘટાડો(Reduce) કર્યો છે. આ ઘટાડો આજથી જ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 2 ઓગસ્ટના રોજ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો હતો. તેના બાદ આજે 18 ઓગસ્ટ ભાવ ઘટાડાયો છે. અદાણીની સાથે સાથે ટોરેન્ટ ગેસે(Torrent Gas) પણ સીએનજી(CNG) અને પીએનજી(PNG)માં ભાવમાં ઘટાડો કર્યો છે.
જેટલા વધ્યા એટલા ઘટ્યા
અદાણીએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અદાણી CNGનો ભાવ સતત વધી રહ્યો હતો. અદાણી ગેસે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. સતત ભાવ વધારા બાદ હવે CNGના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. પેટ્રોલપંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવવધારો કર્યો હતો, જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે.
ટોરેન્ટ ગેસે સીએનજી અને પીએનજીમાં પાંચ રૂપિયા ઘટાડ્યા
ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો, પરંતુ 15 દિવસના અંતરમાં જ અદાણીની સાથે ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. CNG સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાની સપાટીએ પહોંચી ગયા છે. CNGનાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. પરંતુ CNG નો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા CNG વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.