કામરેજ: કામરેજ (Kamrej) ચાર રસ્તા પાસે આટ્રોલ પંપ પર પેટ્રોલ (Petrol) પુરાવા બાબતે પંપના કર્મચારીને પંપની બાજુમાં આવેલી ટાયરની દુકાનના (Shop) સંચાલક ત્રણ ઈસમોએ માર માર્યો હતો. કામરેજ તાલુકાના આંબોલી સખાનગર રાજટાવરમાં એ 108માં રહેતા મૂળ મહારાષ્ટ્રના ઈમરાન રફીક શેખ (ઉ.વ.22) કામરેજ ચાર રસ્તા પાસે ખોલવડ જતા સર્વિસ રોડ પર આવેલા હાઈવે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાની નોકરી કરે છે. તે ત્રણ દિવસ અગાઉ રાત્રિના 10 કલાકે પંપ પર નોકરી પર હતો ત્યારે સાથે નોકરીએ અબરાર મહમંદ સાજીદ બેન્ડવાલા તેમજ કેસીયર જાવીદ શેખ અને આરીફ અગવાન હતા.
મોડીરાત્રે પંપની બાજુમાં આવેલા ગુડલક ટાયર પંચરની દુકાન ચલાવતા મુબીન રઝાક શેખ (રહે.ખોલવડ) બાઈક લઈને પેટ્રોલ પુરાવા આવ્યો ત્યારે એક પોઈન્ટ બંધ હોવાથી બીજા પોઈન્ટ પર બાઈક લઈને આવો તેવું પેટ્રોલ પુરતા કર્મચારી અબરારે કહેતા ગાળો આપી માર મારવા લાગ્યો હતો. મુબીનનો ભાઈ મઝહર રઝાક શેખ, અમીન રઝાક શેખને ફોન કરીને બોલાવી લીધા હતા. ઈમરાન અને અબરારને માર મારી ધમકી આપી હતી. જે અંગે કામરેજ પોલીસ મથકમાં ત્રણેય ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
મોબાઈલ ચોરીની શંકામાં ત્રણ ઈસમોએ યુવાનને લાકડાના ફટકા મારી પતાવી દીધો
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુંદિયા ગામે રહેતા સોમાભાઈ તુળસ્યાભાઈ મોરેનો દીકરો (Son) કિરણભાઈ મોરે તા. 13મીનાં રોજ ગામમાં મજૂરી કામ કરવા માટે ગયો હતો. તેવામાં સાંજે પિતા સોમાભાઈ મોરે ખેતરમાંથી (Farm) કામ (Work) પતાવી ઘરે આવતાની સાથે જ તેના સગાસબંધીઓએ જણાવ્યુ હતુ કે કિરણભાઈ પર ગામનાં જ પરસુભાઈ પવાર તથા તેના દિકરાઓમાં સૂરજ પવાર અને નિતેશ પવારે મોબાઈલ ચોરીનો આરોપ મૂકી લાકડાનાં ફટકા મારી ગોંધી રાખ્યો છે. જેથી કિરણ મોરેનાં પિતા સોમાભાઈ પવાર પરસુભાઈ પવારનાં ઘરે ગયા હતા. જ્યાં તેઓનો દીકરો ઓટલા પર પડેલો હતો અને મોઢામાંથી લોહી (Blood) નીકળતુ હતુ.
અહી હાજર ઇસમો પરસુભાઈ શિવરામભાઈ પવાર અને તેના બન્ને પુત્રો નિતેશ પવાર અને સૂરજ પવારે સોમાભાઈ મોરેને જણાવ્યુ હતુ કે તમારો દીકરો અમારા સૂરજનો મોબાઈલ ચોરી કરી ગયો છે. જે આપતો નથી જેથી અમે તેને માર્યો છે. દીકરાએ જો મોબાઈલ ચોરેલો હોય તો ભરપાઈ કરવાની પિતાએ વાત કરી દીકરાને ઘરે લઈ ગયા હતા. ઘરે લઈ ગયા બાદ દીકરા કિરણને મૂઢમારનાં પગલે તેમજ નાકમાંથી લોહી નીકળતા પિતાએ આ બનાવ બાબતે આગેવાનોને જાણ કરી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડ્યો હતો. જ્યાં યુવાનની હાલત ગંભીર જણાતા આહવા બાદ વલસાડ રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિરણ મોરેનું માર્ગમાં જ મોત નિપજ્યુ હતુ. હાલમાં સાપુતારા પોલીસે લાકડી તેમજ આડેધડ ઢીકાપાટુનો મૂઢમાર મારી કિરણ મોરેનું મોત નિપજાવનાર પરસુભાઈ શિવરામભાઈ પવાર, સૂરજભાઈ પરસુભાઈ પવાર, નિતેશભાઈ પરસુભાઈ પવાર (તમામ.રે ગુંદિયા તા.આહવા) સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.