Columns

શૈક્ષણિક સંસ્થાઓ સામેની ફી રીફંડની ફરિયાદ ગ્રાહક ધારા હેઠળ મેન્ટેનેબલ નથી, સુરતની સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ (SCET) વિરૂધ્ધની ફરિયાદ રદ કરી

સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત ધ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી વિરૂધ્ધ બાકી ફીના રીફંડ માટેની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ અત્રેની ગ્રાહક અદાલતે શૈક્ષણિક સંસ્થા સામેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મેન્ટેનેબલ ન હોવાનું ઠરાવીને, ફરિયાદીએ કરેલ ફરિયાદ કાયદામાં ઠરાવેલ સમયમર્યાદા બહારની હોવાનું પણ ઠરાવીને રદ કરવાનો હુકમ કર્યો છે.

એમ.ટી.પાઠક (રહે. ક્રિભકો ટાઉનશીપ, ક્રિભકોનગર, હજીરા રોડ, સુરત) (ફરિયાદી) સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (SCET) (સામાવાળા) વિરૂધ્ધ અત્રેના સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે, ફરિયાદીને માત્ર રૂ. 1,50,000/- જ પરત કરેલ પરંતુ બાકીના રૂ. 1,50,000/- પરત કરેલ નથી. જેથી ફરિયાદીએ સુરતના ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ફરિયાદ કરેલી પરંતુ ત્યાં સામાવાળા હાજર ન રહેતા ગ્રાહક સુરક્ષા અધિકારીએ ફરિયાદીને પત્રથી જણાવેલ કે ફરિયાદી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.

જેથી ફરિયાદીએ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરેલી. ફરિયાદ અન્વયે ગ્રાહક કમિશને કોલેજ પર નોટિસ કાઢતા સામાવાળા તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ અને એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઈ હાજર થઇ રજૂઆત કરેલી કે ફરિયાદીની ફરિયાદ 3 કારણોસર રદ થવાને પાત્ર છે. (૧) ફરિયાદી રૂ. 3,00,000/- ની કહેવાતી ડિપોઝિટની જે રજૂઆત કરે છે તે ખરેખર તો ડોનેશનની રકમ હતી અને તે રીફંડેબલ ન હોવા છતાં ફરિયાદીએ પોતે કુટુંબના એક માત્ર કમાનાર હોવાથી અને ઘરની તમામ જવાબદારી પૂરી કરતા હોવાથી રીફંડ આપવા વિનંતી કરતા ફરિયાદી તરફે સહાનુભૂતિ રાખતા અપવાદરૂપ કિસ્સા પેટે Full and Final settlement તરીકે રૂ. 1,50,000/- પરત કરેલા જે રકમ Full and Final settlement તરીકે મળ્યા બદલની ફરિયાદીએ તા. 30/10/2017 ના રોજની રસીદ પણ લખી આપેલી આમ, વિવાદનું Full and Final settlement થઇ ગયેલ હોવાથી ફરિયાદીને બીજી કોઈ રકમ માંગવાનો હકક યા અધિકાર રહેતો નથી.

(૨) વધુમાં, રૂ. 1,50,000/- મેળવી લીધા પછી 2 વર્ષમાં ફરિયાદીએ ફરિયાદ ગ્રાહક કમિશનમાં કરવી જરૂરી હતી તેના બદલે ફરિયાદીએ 3 માસના વિલંબ પછી ફરિયાદ દાખલ કરેલી જેથી પણ ફરિયાદીને સમયમર્યાદાનો બાધ નડતો હોવાથી ફરિયાદ મેન્ટેનેબલ રહેતી નથી. (૩) નેશનલ કમિશનના વિવિધ ચુકાદા અનુસાર શૈક્ષણિક સંસ્થા (ખાનગી કોચીંગ ટયુશન કલાસીસ સિવાયની) સામે એડમિશન તેમ જ ફી વગેરે બાબતની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ચાલી શકે નહીં એવો કાનૂની સિધ્ધાંત પ્રસ્થાપિત થયો હોવાથી પણ ફરિયાદીની ફરિયાદ ૨દ થવાને પાત્ર છે. એવી રજૂઆત એડવોકેટ શ્રેયસ દેસાઇ/ઇશાન દેસાઈ દ્વારા થઈ હતી. સુરત જિલ્લા ગ્રાહક તકરાર (એડિશનલ) પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચૌધરી અને સભ્ય પૂર્વીબેન જોષીએ ફરિયાદીની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.

Most Popular

To Top