જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં પહેલગામ(Pahelgam)નાં ચંદનવાડી(Chandanvadi)માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સેનાના જવાનો(Army)ને લઇને જઈ રહેલી ITBPની બસ(Bus) નદી(River)માં પડી ગઈ છે. આ બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. બસમાં ITBPનાં 37 અને જમ્મુ કાશ્મીર પોલીસનાં બે જવાનો સવાર હતા. આ દુર્ઘટનામાં 7 જવાનોનાં મોત થયા છે. જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે. જેઓને એરલીફ્ટ કરી શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ તમામ જવાનો અમરનાથ યાત્રા સુરક્ષામાં તૈનાત કરાયા હતા. હાલમાં મળતી માહિતી મુજબ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી જેના કારણે બસ કાબુ બહાર ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
- જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના
- ITBPના જવાનોથી ભરેલી બસ નદીમાં પડી
- 7 જવાનોના મોત, અનેક જવાન ઘાયલ
- ફરજ પરથી પરત ફરતા સમયે દુર્ઘટના સર્જાઈ
પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે. આવી સ્થિતિમાં, આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળો પોતપોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ ખાઈમાં પડી હતી. બસ નીચે નદીના કિનારે ખાડામાં પડી છે. આ દુર્ઘટનામાં ઘણું નુકસાન થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આવા સંજોગોમાં આવા જોખમી સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં ન આવી તે પણ સવાલ ઉઠી રહ્યો છે.
અકસ્માતમાં અપાઈ શકે છે તપાસના આદેશ
જણાવવામાં આવી રહ્યું છે કે જે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેની પાછળ ITBPની અન્ય બસ હતી. તેમાં કમાન્ડો હતા. આગળની બસ અથડાતાં જ બીજી બસમાં બેઠેલા કમાન્ડો નીચે ઉતરી ગયા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જે સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે તેમને સારવાર માટે પહેલગામ મોકલવામાં આવ્યા છે. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને શ્રીનગર મોકલવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ITBP આ અકસ્માતની તપાસના આદેશ આપી શકે છે. આ મામલામાં કોઈ આતંકવાદી ષડયંત્ર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.