Gujarat

ઉડતા ગુજરાત : અમદવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા,28 લાખના MD ડ્રગસ સાથે ચાર ઝડપાયા

અમદાવાદ :પંજાબની જેમ હવે ગુજરાતમાં પણ નશાનો કારોબાર (Drug Business) જોરમાં ચાલે છે. અમદવાદ (Ahmedabad) શહેરમાં આવતા MD ડ્રગ્સના(MD Drugs) નાજથ્થા સાથે 4 શખ્સોની (4 persons) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ (Arrest)કરતા.પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. .પોલીસે 4 આરોપીઓને 28 લાખના MD ડ્રગસ સાથે દબોચી લઇ તેમને જેલના સળિયા ગણતા કરી નાખ્યા હતા.

મુંબઈથી MD ડ્રગનો મોટા જથ્થો અમદવાદ લાવી રહ્યા હતા
અમદવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હત્થે ચઢેલા ચાર આરોપીઓ જેના નામ આ પ્રમાણે છે તે, ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારીના નામો સામે આવ્યા હતા. MD ડ્રગ અંગેની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મુંબઈ થી અમદાવાદ નજીક રોપડા ચાર રસ્તા પાસે કેટલાક શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા છે.જેથી પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી 28 લાખનું રૂપિયા કિંમતનું 289 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

MD ડ્રગ માટેનું મુંબઈ મોટું હબ|
અટકાયત કરવામાં આવેલ ચારેય આરોપીઓ માંથી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ ઘણા મહિનાઓથી નશાના વેપલામાં છે. તેઓ અગાઉ પણ ચારેક વખત MD ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં લાવી ચુક્યો છે. ડ્રગ્સ આરોપીઓ મૉટે ભાગે મુંબઈથી લઇ આવતા અને પછી તેનું છૂટક વેચાણ કરતા હતા. પોલીસે પકડ્યા તે પહેલા આરોપીઓ મુંબઈ MD ડ્રગ્સનો જથ્થો આદિલ જે ડોંગરી મુંબઇનો છે તેની પાસેથી લેવા ગયા. ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇ-વેથી બને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાયા હતા.

આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ચારેય આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અમદાવાદ શહેરમાં તેમની વિરુદ્ધમાં અનેકો ફરિયાદો પણ નોંધાઈ ચુકેલી છે. આ આરોપીઓ પૈકી ઈદ્રિશ વિરુદ્ધ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયારના ગુનામાં ઝડપાઇ ચુકેલો છે. જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો.આરોપી ઈદ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ MD ડ્રગ્સનો કારોબાર કરતી હતી.પોલીસે પકડેલા આરોપીઓમાંથી ધનુષને કમિશન પેટે રૂપિયા નહિ પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગ્યું હતું. ત્યારે આગામી સમયમાં મુંબઈનો ડ્રગ પેડલર આદિલ ક્યારે પકડાય છે તે જોવુ રહ્યું.

Most Popular

To Top