Business

‘હર ઘર તિરંગા’ અભિયાન: આ રાજ્યમાં બન્યો રેકોર્ડ, 9 ઓગસ્ટ સુધી 16 કરોડના તિરંગા વેચાયા!

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કહેવા મુજબ દેશ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) ઉત્સવની જોશભેર ઉજવણી (Celebrate) કરી રહ્યો છે. આ અવસર પર સરકાર દ્વારા એક અભિયાન (Campaign) ચલાવવામાં આવી રહ્યું છે, જેની થીમ ‘હર ઘર તિરંગા અભિયાન’ છે. સમગ્ર દેશમાં આને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના દરેક રાજયોમાં સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રધ્વજના (National Flag) વેચાણ પરથી આનો અંદાજ લગાવી શકાય છે કે લોકો કેટલા આનંદ તેમજ જોશભેર આ ઉત્સવની ઉજાણી કરી રહ્યો છે. ભારતના (India) અમુક રાજયો તો જબરદસ્ત રેકોર્ડ (Record) બનાવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકલા આસામમાં જ અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયાથી વધુના તિરંગાનું વેચાણ થયું છે.

રાજ્યમાં તિરંગાના ધ્વજનું રેકોર્ડ વેચાણ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટના છ દિવસ પહેલા આસામમાં તિરંગાના વેચાણે રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 16.07 કરોડ રૂપિયાના તિરંગાનું વેચાણ થયું છે. એવું કહેવામાં આવ્યું હતું કે મંગળવાર સુધી આસામમાં સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા કુલ 32,58,134 રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું હતું. આમાંથી એકત્ર થયેલી કુલ રકમની વાત કરીએ તો તે 12.47 કરોડ રૂપિયા છે. આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી રણજીત કુમાર દાસે માહિતી આપતા કહ્યું કે તિરંગા અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 53 લાખ ધ્વજ વેચાઈ ચૂક્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 23,000 થી વધુ સ્વ-સહાય જૂથોના સભ્યો દ્વારા કુલ 35,95,167 રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં કુલ 722 CLF સામેલ છે.

હવે વેચાણનો આંકડો વધુ વધશે
રાજ્યમાં ધ્વજના 19,110 SHG વેચાણ કેન્દ્રો છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા ઉપરાંત, આસામ સરકારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયને અન્ય 50 લાખ ધ્વજ પ્રદાન કરવા વિનંતી કરી છે. જેમાંથી રાજ્ય સરકારને અત્યાર સુધીમાં 39.26 લાખ ધ્વજ મળ્યા છે. 15 ઓગસ્ટ આવવાને હજુ ઘણાં દિવસો બાકી છે તેથી સ્વાભાવિક છે કે તિરંગા ઝંડાના વેચાણનો આંકડો નવા રેકોર્ડ બનાવી શકે છે.

દિલ્હીમાં પણ તેની જબરદસ્ત માંગ જોવા મળી રહી છે. દિલ્હીમાં પણ તિરંગાના વેચાણમાં 50 ગણો વધારો થયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ 13 થી 15 ઓગસ્ટ વચ્ચે 20 કરોડ ઘરોમાં ધ્વજ લગાવવાનું લક્ષ્ય છે. કોલકાતામાં પણ તિરંગાની ભારે માંગ છે. ઈન્ડિયા પોસ્ટ ફ્રી ડિલિવરી આપી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અભિયાનની શરૂઆત બાદ તમામ પોસ્ટ ઓફિસો તિરંગાનું વેચાણ કરી રહી છે. જણાવી દઈએ કે 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર 13 થી 15 ઓગસ્ટ સુધી લોકોને તેમના ઘરોમાં તિરંગા ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય ટપાલ સેવાએ આ ઝુંબેશ હેઠળ ઓનલાઈન ફ્લેગ ખરીદવા પર ફ્રી ડિલિવરીની સુવિધા પણ શરૂ કરી છે.

Most Popular

To Top