Dakshin Gujarat

રક્ષા બંધન નિમિતે ભરૂચ પાલિકાની ભેટ: બહેનો સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે

ભરૂચ: ગુરુવારે રક્ષાબંધન (Rakash Bndhan ) તહેવારે નગરપાલિકા સંચાલિત ભરૂચ સિટી( Bharuch Citi Bus ) બસ સુવિધા દ્વારા બહેનોને (sisters) સતત બીજા વર્ષે એક દિવસ મફત મુસાફરીની ભેટ( Gift) આપવામાં આવી છે. સવારથી સાંજ સુધી ૧૩ રૂટ ઉપર બહેનો નિઃશુલ્ક સફર કરી શકશે. ભરૂચ સિટી બસ સેવા ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.

મફત સેવાનું આ બીજું વર્ષ
શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે.રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે આ વર્ષે પણ મફત મુસાફરીની ભેટ આપી રહી છે.ભરૂચ પાલિકા દ્વારા ગુરુવારે સવારથી સાંજ સુધી સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. ગત વર્ષે રાતે ૮ વાગ્યા સુધીમાં મફત મુસાફરીનો ૮ હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો. ભરૂચ શહેરી વિસ્તારમાં ગત વર્ષે જ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં શહેરી વિસ્તારના ૧૨ રૂટને આવરી લેવાયા હતા.

આ 13 રૂટો ઉપર બસ સેવાઓ સતત કાર્યરત રહેશે
૧૩મો રૂટ જૂના ભરૂચ સોનેરી મહેલથી શરૂ કરવામાં આવ્યો હતો. સિટી બસ સેવાને શહેરીજનો તરફથી આવકાર મળતાં રિક્ષાચાલકોની રોજી છીનવાતાં તેમણે વખતોવખત સિટી બસ સેવાનો એક યા બીજાં કારણોસર વિરોધ નોંધાવ્યો હતો. સિટી બસના બસ સ્ટેન્ડ સિવાય રસ્તામાં મનફાવે તેમ બસો ઊભી કરી દેવાતી હોવાથી રિક્ષાના પેસેન્જર ખેંચી જતી હોય તેમજ રિક્ષાવાળાઓને પડતી તકલીફો ઉપર રજૂઆતો કરાઈ હતી. જો કે, શહેરીજનો માટે તો સસ્તી, સલામત અને સુવિધાજનક મુસાફરીને લઈ સિટી બસો તરફ નગરજનો વળી રહ્યા છે.

સુરત મનપાની સીટી બસોમાં પણ બહેનો કરશે મફત મુસાફરી
ભરૂચની જેમ સુરત શહેરમાં પણ આ જ રીતે બહેનો માટે મફત બસ સેવાની ભેટ બહેનોને આપવામાં આવી છે. સુરતના વિવિધ રૂટ ઉપર પણ સીટીબસ સેવાઓ કાર્યરત રહેશે. જોકે છેલ્લા અનેક વર્ષોથી સુરત શહેરમાં ખાસ કરીને રક્ષા બંધનના તહેવાર નિમિતે આજ રીતે બહેનો નિઃશુલ્ક દરે રક્ષાબંધનના દિવસે સીટી બસોમાં તદ્દન મફત યાત્રાનો લ્હાવો મળી રહ્યો છે.ઉલ્લેખનિય છે કે સુરત શહેરમાં સીટી બસના રૂટ ભરૂચ કરતા વધારે રૂટ ઉપર કાર્યરત રહે છે જેમાં મુસાફરોનો ઘસારો ખુબ વધુ નોંધનીય માત્રામાં જોવા મળતો હોઈ છે.

Most Popular

To Top