નવી દિલ્હી: કેલિફોર્નિયાના સ્થિત એક રાજમાર્ગ પર મંગળવારે એક સિંગલ એન્જિન વિમાને (Plane) ક્રેશ લેન્ડિંગ (Crash landing) કર્યું હતું. જેમાંથી પાયલટ અને મુસાફરો સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયા હતાં. આ નાના વિમાનના એન્જિનમાં ખરાબી આવતા પાયલટે (Pilot) તેને લોસ એન્જેલિસના પૂર્વમાં આવેલા રીવરસાઈડ કાઉન્ટીમાં 91 રાજમાર્ગ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો. આ નાટકીય બનાવ ના વીડિયોમાં (Video) દેખાય છે કે, વિમાન કારોની (Car) વચ્ચે હાઈવે (Highway) પર ઉતરવામાં સફળ થયું હતું. લેન્ડિંગ સફળ થયું હતું પણ તેની એક પાંખ એક ટ્રક સાથે અથડાતા તે વિમાન ચક્કર ખાઈ ગયું હતું અને માર્ગ પર જ્વલનશીલ ઈંધણ ફેલાઈ ગયું હતું. ત્યારબાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી.
તમામ મુસાફરો સલામત બહાર નીકળી શક્યાં
આ ઘટનાને નજરે નીહાળનારા લોકોના જણાવ્યાં અનુસાર પાયલટ અને તેની સાથેનો મુસાફર સળગી રહેલા વિમાનમાંથી બહાર નીકળતા દેખાયા હતાં. જ્યારે કાળો ધુમાડો આકાશમાં ઊંચે જઈ રહ્યો હતો. પાયલટે જણાવ્યું હતું, આ બનાવનું વર્ણન કરવું મુશ્કેલ છે, અમે જમીનથી 4થી 5 ફીટ ઊંચાઈ પર હતાં ત્યારે વિમાન સંપૂર્ણ રીતે બંધ પડયું હતું અને જમીન પર પડી ગયું હતું. આ ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ જાણકારી તો વિમાનનું બ્લેકબોક્સ ચેક કર્યા પછી જ મળશે. પરંતુ હાલમાં તો આવી ઘટના ભવિષ્યમાં નહીં બને તે માટે એવિએશન અધિકારીઓ પાયલટ, ક્રુ મેમ્બર્સ તેમજ મુસાફરોની પૂછપરછ કરી રહ્યાં છે. જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનતી ટાળી શકાય. આ ઘટના ઉપર દુનિયાના અન્ય એવિએશન અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે.
પાયલોટનો નિર્ણય મહત્વનો સાબિત થયો
પ્લેન કોઇપણ હોય પછી તે ડબલ એન્જિન હોય કે, સિંગલ એન્જિન કોઇપણ દુર્ઘટના સર્જાઇ ત્યારે પાયલટની ભૂમિકા ખૂબ જ મહત્વની રહે છે. ખાસ કરીને તેનો નિર્ણય ત્વરીત લેવાનો હોય છે તેના કારણે તે ખૂબ મહત્વનો છે. વિમાનમાં હવામાં કોઇપણ દુર્ઘટના સર્જાઇ ત્યારે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું ખૂબ અગત્યની છે. તે સમયે હાઇવ અથવા તો નદી કે પાણી બે મહત્વના ઓપ્શન હોય છે. ત્યારે અમેરિકામાં સર્જાયેલી દુર્ઘટનામાં પાયલટની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. કારણે કે, તેના એક નિર્ણયના કારણે તમામ મુસાફરોના જીવ બચી ગયા છે. ભલે પછી પ્લેન ક્રેશ થઇ ગયું હોય.