SURAT

ભદ્રા નક્ષત્રનો કાળ છતાં પૂનમે જ રક્ષાબંધનની ઉજવણી કરાશે, આખા દિવસમાં એક જ શુભ મુહૂર્ત

સુરત : શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની (Shukla Pax )પૂર્ણિમાની તિથિએ (Raksha Bandhan )રક્ષાબંધન ઉજવવાની પરંપરા (tradition) છે. આ દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર સ્નહે અને પ્રેમનું સૂત્ર બાંધે છે, અને તેના લાંબા આયુષ્યની (Long life) ની કામના કરે છે. આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 11 ઓગસ્ટના રોજ ઉજવણી થશે. જોકે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર ઉપર ભદ્રા ((Bhadra) નક્ષત્રનો કાળ હશે. જેને લઇને જ્યોતિષોનું કહેવું છે કે, 12 ઓગસ્ટે ઉદયા તિથિમાં પૂર્ણિમા છે, પણ આ વર્ષે સવારે 7 વાગ્યાને 6 મિનિટ બાદ પ્રતિપદ તિથિ લાગુ થઇ જશે અને બીજી તરફ 11 ઓગસ્ટના રોજ પૂર્ણિમાનો ચંદ્ર પણ દેખાશે. તેથી પૂનમના દિવસે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે.

રક્ષાબંધનમાં ભદ્રા કયારે રહશે ?
રક્ષાબંધનના તહેવારના દિવસે ભદ્રા સાંજે 5 વાગે 17 મિનિટથી લઇને 6 વાગ્યે 18 મિનિટ સુધી હશે. ત્યારબાદ ભદ્રાનું મુખ સાંજે 6 વાગ્યે 18 મિનિટથી શરુ થતા રાત્રે 8 વાગ્યા સુધી રહેશે તેથી ભદ્રા રાત્રે 8 વાગ્યે 51 મિનિટ સુધી રહેશે. તેની જાણકારી જાણકાર જ્યોતિષો દ્વારા આપવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનને લઇને આ વર્ષે અઠવાડિયા અગાઉથી રક્ષાબંધન અને ભદ્રા નક્ષત્રને લઇને લોકો તરફથી પૂછપરછ કરવામાં આવી રહી હતી. ચોક્કસ મુહૂર્તને લઇ સચોટ માહિતી પણ લોકો માંગી રહ્યા હતા.

તિથિને લઇને ભારે મૂંઝવણ
આ વખતે રક્ષાબંધનની તિથિ અને નક્ષત્રને લઈને કન્ફ્યુઝન છે. કેમ કે શ્રાવણ પૂનમ બે દિવસ, એટલે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ અંગે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે, એટલે 11 ઓગસ્ટે રાતે જ રાખડી બાંધવી જોઈએ. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન માટે માત્ર એક જ મુહૂર્ત રહેશે, જે લગભગ 1 કલાક 20 મિનિટનું હશે. આ પર્વમાં ગ્રહોની દુર્લભ સ્થિતિથી બની રહેલા શુભ યોગને કારણે આખો દિવસ ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.

સોશ્યલ મીડિયા ઉપર પણ અનેક પોસ્ટ કરાઈ
સોશ્યલ મીડિયા ઉપર પણ આ વર્ષે ભદ્રાની તિથિ ઉપરાંતના સમયમાં યુઝર્સ અનેક પોસ્ટ કરી રહ્યાં છે. ખાસ કરીને જ્યોતિષી વેબસાઈટના વિવિધ પેજ ઉપર તેની જાણકારી પણ પહેલેથી શેર કરી દેવામાં આવી હતી જેને લઇને સમય અને મુરતનો ચોક્કસ ખ્યાલ અને અંદાજ બને આવી જાય.આ ઉપરાંત ટેગ કરીને પણ લોકો જાણકારી માંગી રહ્યા હોવાનું જ્યોતિષોનું કહેવું હતું.

Most Popular

To Top