Dakshin Gujarat

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં માંડવી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ: રિવરફ્રન્ટ નજીક પસાર થતી ગાડી ફસાઈ

માંડવી: માંડવી (Mandvi) નગરમાં નવનિર્માણ પામેલા પુલના મંદિર (Temple) પાસેથી નીકળી રિવરફન્ટ (Riverfont) રહી પસાર થવાય છે. જે લોકો માટે સરળ છે. ત્યારે બે દિવસ પૂર્વે વહીવટી તંત્રએ રસ્તાની મરામત પથ્થર નાંખી જેસીબી મશીન દ્વારા માર્ગ (Road) બનાવ્યો હતો. પરંતુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં અવરજવરવાળા રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. આ માર્ગ પરથી રાત્રિ દરમિયાન GJ-5 CK-8467 ગાડીના ચાલકે પાણીમાંથી પસાર થતાં પાછળનું ટાયર ખાડામાં ખાબકતાં ગાડી ફસાઈ ગઈ હતી. જો કે, ચાલકનો આબાદ બચાવ થયો હતો.

માંડવીનો રિવરફન્ટ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો
માંડવી: ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ઉકાઈ ડેમમાંથી બે દિવસથી સતત પાણી છોડવામાં આવ્યું છે. સોમવારે 70 હજાર ક્યુસેક પાણી છોડતાં કાકરાપાર ડેમની સપાટી 164.80 છે. જે કાકરાપાર વિયરમાં 4.80 ફૂટ ઉપરથી તાપી નદીમાં પાણી વહી રહ્યું છે. માંડવી રિવરફન્ટ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો હતો. જેને જોવા લોક ટોળાં ઊમટ્યાં હતાં.

ચોમાસામાં નીચાણવાળા બ્રિજ ઉપર પાણી ફરી વળતા લોકોની અવરજવર અટકી હતી
ઉમરગામ : ઉમરગામના મલાવ ડુંગરીપાડામાં લો લેવલ બ્રિજની જગ્યાએ રૂપિયા 1.40 કરોડના ખર્ચે નવો નિર્માણ થનાર બ્રિજનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ઉમરગામના મલાવ ડુંગરીપાડામાં લો લેવલ બ્રિજની જગ્યાએ ઊંચો નવો બ્રિજ માટે સરકારની વનબંધુ કલ્યાણ યોજનામાંથી રૂપિયા 1.40 કરોડ મંજૂર થયા હોય શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

નીચાણવાળા બ્રિજના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી પુલ ઉપર ભરાય જતા અત્રેથી પસાર થવું જોખમરૂપ બની જતું હતું. તંત્ર દ્વારા પણ પુલ ખૂબ જ નીચાણવાળો હોય વરસાદી પાણી ભરાયેલા હોય ત્યારે કોઈએ પણ આ બ્રિજ ઉપરથી પસાર થવું નહીં એવી સૂચના આપતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. મોટાભાગે સામાન્ય વરસાદમાં પણ વાહન વ્યવહાર લોકોની અવરજવર અટકી પડતી હતી અને લોકોએ ભારે હાલાકીમાં મુકાવું પડતું હતું. જેથી લાંબા સમયથી બ્રિજ નવો અને ઊંચો બનાવવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી. નવા નિર્માણ થનાર હાઈ લેવલ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

આ મુહૂર્ત પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ આહીર, દેવેન્દ્રભાઈ પટેલ, ભાજપ અગ્રણી રામદાસભાઈ વરઠા, નરોતમભાઈ પટેલ, સંતોષભાઈ રાબડ, શંકરભાઈ તથા અધિકારી તેજસભાઈ પટેલ, ભાવિનભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top