બારડોલી: આગામી 11 ઓગસ્ટે રક્ષાબંધનનો (Raksh Bandhan )તહેવાર (Festival )આવી રહ્યો છે, ત્યારે બજારમાં અલગ અલગ વેરાયટી(Variety) ઓમાં રાખડી જોવા મળી રહી છે. બાળકો માટે આ વખતે મોટાં મોટાં કાર્ટુનની રાખડીની જગ્યાએ ક્યુઆર કોડવાળી રાખડી હોટ ફેવરિટ થઇને રાખડી બજારો અને રાખી મેલાઓમાં છવાઈ ગઈ છે. ડિજિટલ થતા જતા યુગમાં રાખડી સ્ટોલ ડિજિટલ બનતા ગયા છે.
ડીઝીટલ યુગમાં ડીઝીટલ રાખડી
જમાનો જેમ જેમ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ તહેવારોમાં પણ આધુનિકતાનો ઉમેરો થતો જાય છે. એક સૂતરના દોરાથી શરૂ થયેલી રાખડીની પરંપરા આજે આધુનિક જમાના ડિજિટલ સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉનાં વર્ષોમાં બાળકો માટેની રાખડીમાં કાર્ટૂનનાં પાત્રો અને લાઇટવાળી રાખડીઓ ખૂબ જ લોકપ્રિય હતી. પરંતુ આ વર્ષે રાખડીમાં આખું કાર્ટૂન સમાય જાય એવી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.
કાર્ટૂન કેરેકટો ક્યુ આર કોર્ડે કર્યા રિપ્લેસ
કાર્ટૂન પાત્રના ફોટો સાથે રાખડી પર એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. જે ક્યુઆર કોડ મોબાઇલ ફોનમાં સ્કેન કરતાં જ જે-તે કાર્ટૂનનો વિડીયો ચાલુ થઈ જાય છે. આ રાખડી બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. બહેનો તેમના નાનકડા ભાઈઓને અનોખી રાખડી ભેટ આપવા માટે આ ક્યુઆર કોડવાળી રાખડી પસંદ કરી રહી છે.
રીઝનેબલ કિંમની રાખડી દરેકને પરવડી જશે
રાખડીનો વેપારીએ જણાવ્યું હતું કે, આવી રાખડીઓ 30થી 50 રૂપિયાના વેચાઈ રહી છે. બહેનો તેમના ભાઈ માટે મનપસંદ કાર્ટૂનની રાખડી ખરીદી રહી છે. આ ઉપરાંત મોટેરાઓ માટે પણ રાખડીમાં અવનવી ડિઝાઇન હોવા મળી રહી છે. આવી રાખડીઓ 60થી લઈને 300 રૂપિયા સુધી વેચાઈ રહી છે.
મોબાઈલના ઈમોજીની પણ ધૂમ બોલબાલા
બદલાતા સમય સાથે રાખડી બજારમાં પણ કઇને કઈ નવું આવ્યા કરે છે.ખાસ કરીને કાર્ટૂન કેરેકટરો બાળકોના ફેવરેટ હોઈ છે ત્યારે હવે મોબાઈલ ચેટ બોક્સમાં ઉપયોગમાં લેવાતા ‘ઈમોજી’ ઓન ટ્રેન્ડ છે.ખાસ કરીને આઈફોનમાં ઉપયોગમાં લેવાતા યલો સ્માઇલીઝ ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ઇમોજીસ દરેક ઉમરના લોકોનું જબરું અને આઉટ સ્ટેન્ડિંગ આકર્ષણ બની ગયું છે.