મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta Ka Ulta Chashma) હંમેશા દર્શકોનો પ્રિય શો(Show) રહ્યો છે. હાલમાં જ આ શોએ તેના 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે આ શો તેના 15મા વર્ષમાં પહોંચી ગયો છે. શોના 15માં વર્ષમાં પહોંચવાની ખુશીની સમગ્ર સ્ટાર કાસ્ટ સાથે મળીને ઉજવણી કરી હતી. પરંતુ બધા હજુ પણ એવા કલાકારોને મિસ કરી રહ્યા છે જેમણે શો છોડી દીધો છે. જ્યાં દર્શકો હજુ પણ લાંબા સમયથી શોમાંથી ગાયબ દયાબેન(Daya Ben)ની વાપસીની રાહ જોઈ રહ્યા છે. એક પછી એક કલાકારોની વિદાયથી ચાહકો ખૂબ જ દુઃખી છે. પરંતુ સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તારક મહેતાની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા(Shailesh Lodha)એ શોને અલવિદા(goodbye) કહી દીધું. શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ પહેલીવાર શોના નિર્માતા અને નિર્દેશક અસિત મોદી(Aashit Modi)એ તેમના વિશે મોટી વાત કહી છે. તેનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આસિત મોદીનું દર્દ છલકાયું
અસિત મોદીની વાઇરલ ક્લિપમાં અસિત મોદીને શૈલેષ લોઢા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેમણે કહ્યું, ‘જુઓ, મેં પહેલા પણ કહ્યું છે કે હું બધાને સાથે રાખવા માંગુ છું. પરંતુ જો કેટલાક લોકો આવવા માંગતા ન હોય અને તેમનું પેટ ભરાઈ ગયું હોય, તો તેમને લાગે છે કે આપણે ઘણું કર્યું છે, હવે આપણે ઘણું કરવું જોઈએ અને માત્ર તારક મહેતા પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. જેઓ આ અનુભવે છે અને સમજવા માંગતા નથી, તો પણ હું તેમને ફરી એકવાર કહીશ કે બીજીવાર વિચારો-સમજો, પરંતુ તો પણ તેઓ આવવા ના માગતા હોય તો શો અટકશે નહીં. નવા તારક મહેતા જરૂર આવશે. જૂના તારક મહેતા આવશે તો પણ આનંદ થશે. નવા તારક મહેતા આવશે તોય આનંદ થશે. મારું એક જ લક્ષ્ય છે કે મારા દર્શકોના ચહેરા પર હાસ્ય રહેવું જોઈએ.’
આ એક નિયમનાં કારણે શૈલેષ લોઢાએ શો છોડ્યો
અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. જેમાં સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય. જેના કારણે જ સિરિયલના કલાકારો અકળાઈ ગયા છે. આ નિયમને કારણે કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકતા નથી. અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.