નવી દિલ્હી: મોંઘવારી(inflation), બેરોજગારી(unemployment), જીએસટી(GST) અને તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને ચોમાસુ સત્ર(Monsoon Session)માં વિપક્ષ(opposition)નો હોબાળો ચાલુ છે. હોબાળાને કારણે રાજ્યસભા (Rajya Sabha) ના 19 સાંસદો(MPs)ને એક સપ્તાહ માટે સસ્પેન્ડ(Suspend) કરવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યસભા સાંસદોને ગૃહના વેલમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કરવા બદલ એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. સરકારનો આરોપ છે કે વિપક્ષ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. જ્યારે વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર આ મુદ્દાઓ પર ચર્ચાથી ભાગી રહી છે.
આ સાંસદોને સસ્પેન્ડ કરાયા
રાજ્યસભામાં હંગામા માટે વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડેપ્યુટી સ્પીકરે 19 સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ સાંસદોમાં તૃણમૂલ સાંસદ સુષ્મિતા દેવ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, શાંતા છેત્રી, મોહમ્મદ અબ્દુલ્લા, એએ રહીમ, એલ. યાદવ અને વી. શિવદાસન, અબીર રંજન બિસ્વાસ, નદીમુલ હકનો સમાવેશ થાય છે.
સોમવારે ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
આ પહેલા સોમવારે મોંઘવારી અને GSTના વધતા દરોને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં હંગામો કરવા બદલ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મણિકમ ટાગોર, ટીએમ પ્રતાપન, જ્યોતિમણિ, રામ્યા હરિદાસને સમગ્ર સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે સંસદથી રોડ સુધી હોબાળો
મંગળવારે EDએ સોનિયા ગાંધીની પૂછપરછ કરી. EDની કાર્યવાહી સામે કોંગ્રેસે સંસદથી રોડ સુધી હંગામો મચાવ્યો હતો. જ્યાં કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો તો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો. આ પછી રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી માર્ચ કાઢી હતી. અહીં રાહુલ ગાંધી પણ ધરણા પર બેઠા હતા. આ પછી પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના 50 સાંસદોની અટકાયત કરવામાં આવી હતી.
PM મોદીએ ગૃહની કાર્યવાહી પહેલા ટોચના પ્રધાનો સાથે બેઠક
યોજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સરકારની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા ટોચના પ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને કિરેન રિજિજુ હાજર હતા.