National

ભાજપના ટોચનાં નેતાઓ આતંકવાદીઓનાં નિશાના પર, આ નેતાનું નામ મોખરે

નવી દિલ્હી: નુપુર શર્મા(Nupur Sharma) બાદ હવે ભાજપ(BJP)નાં નેતા(Leader)ઓ આતંકવાદીઓ(Terrorists)નાં નિશાના(target) પર છે. IBએ આ મામલે એક રીપોર્ટમાં દાવો કર્યો છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાને(Khorasan) પોતાના મેગેઝિનની નવી આવૃત્તિમાં ભાજપ વિરુદ્ધ હુમલાની વાત લખી હતી. હુમલા વિશે લખ્યા પછી, આ આતંકવાદી સંગઠને તેને તેના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યું હતું. ભાજપનાં ટોચના નેતાઓમાં સૌથી મોખરે એ નેતાનું નામ છે જે પોતાના તીખા નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અને ખાસ કરીને તેઓના નિવેદનમાં હિંદુ-મુસ્લિમ એંગલ જવા મળતો હોય છે આ નેતા છે ગિરિરાજ સિંહ(Giriraj Singh). IBના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના ઘણા નેતાઓ આતંકવાદીઓના નિશાના પર છે. આમાં ગિરિરાજ સિંહનું નામ સૌથી ઉપર જણાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા પણ ગિરિરાજ સિંહને ફોન પર ધમકીઓ મળી ચુકી છે.

અન્ય મંત્રીઓ પણ આતંકીના નિશાના પર
ગિરિરાજ એકમાત્ર એવા મંત્રી નથી જે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના નિશાના પર છે, પરંતુ ભાજપ અને બિહાર ભાજપના ઘણા નેતાઓના નામ આતંકીઓની યાદીમાં છે. બિહારમાં ભાજપના ગિરિરાજ સિંહ, અશ્વિની ચૌબે, ડૉ. સંજય જયસ્વાલ, હરિભૂષણ ઠાકુર બચૌલ સહિત ઘણા નેતાઓ પોતાના નિવેદનો અને હિન્દુત્વના કારણે ચર્ચામાં રહે છે. આ જ કારણ છે કે આ તમામ નેતાઓ હવે આતંકવાદીઓના નિશાના પર છે અને તેમને સતત તેમના તરફથી ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. આના પર બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા તમામ જિલ્લાના એસપીને એલર્ટ રહેવા કહ્યું છે. આ મામલે પોલીસ હેડક્વાર્ટર દ્વારા એક પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, કેન્દ્રએ પહેલાથી જ લગભગ 12 ભાજપના નેતાઓને Y કેટેગરીની સુરક્ષા અને ઘણા નેતાઓને Z શ્રેણીની સુરક્ષા આપી છે. અત્યારે આ નેતાઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

વોઈસ ઓફ ખોરાસાન પત્રિકામાં ભાજપ વિરુદ્ધ હુમલાનો ઉલ્લેખ
પોલીસ હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર ‘ખોરાસન ડાયરી’એ 14 જુલાઈના રોજ ટ્વિટર પર ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP)નું કવર પેજ શેર કર્યું હતું. જેના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. વોઈસ ઓફ ખોરાસાન મેગેઝીને ભાજપ સામેના હુમલાનો ઉલ્લેખ કર્યો છે. આવી સ્થિતિમાં, કવર પેજ અને નિવેદન જાહેર થયા પછી, જિલ્લા પોલીસને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીભર્યા સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top