નવી દિલ્હી: મંગળવારે (Tuesday) ગોએરનું (GoAir) એક વિમાન લેહથી દિલ્હી (Dealhi) માટે ટેકઓફ (Takeoff) કરી શક્યું ન હતું. તેનું એકમાત્ર કારણ એ હતું કે રનવે પર એક કૂતરો (Dog) હાજર હતો જે ઘણા પ્રયત્નો પછી રનવે (Run Way) પરથી ખસ્યો ન હતો. આ કારણોસર, એરલાઇનને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. DGCAએ માહિતી આપી હતી કે GoAirની G8-226 ફ્લાઈટ લેહથી દિલ્હી જવાની હતી. મુસાફરો હાજર હતા, તમામ સિગ્નલ મળ્યા હતા, પરંતુ માત્ર એક કૂતરાએ ફ્લાઈટના ટેકઓફમાં અવરોધ ઉભો કર્યો હતો. મળતી માહિતી મુજબ ડીજીસીએ આને સામાન્ય ઘટના માની રહી છે. આ ઘટના અંગે હજુ સુધી એરલાઈન્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
- ઘટના અંગે હજુ સુધી એરલાઈન્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી
- મળતી માહિતી મુજબ ડીજીસીએ આને સામાન્ય ઘટના માની
- ગોએર માટે આજનો દિવસ ખૂબ જ ભારે
- માત્ર એક કૂતરાએ ફ્લાઈટના ટેકઓફમાં અવરોધ ઉભો કર્યો
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગોએર માટે આજનો દિવસ ખૂબ જ ભારે હતો. કારણકે મુંબઈથી લેહ જતી GoAirની ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવી પડી હતી. કોઈ ટેકનિકલ ખામીના કારણે આવું બન્યું હતું. મળતી માહિતી મુજબ આ ગોએરના A 320 વિમાને મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ નંબર જી8-386ના બીજા એન્જિનના એન્જિન ઈન્ટરફેસ યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેવી જ રીતે, ગોએરનું અન્ય એક પ્લેન ભૂલને કારણે ડાયવર્ટ કરવું પડ્યું હતું. ગોએરની બીજી ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી.
હાલમાં અનેક એરલાઇન્સના એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીનો શિકાર બની રહ્યા છે. આ કિસ્સામાં, સ્પાઇસ જેટના વિમાનો આવી ઘટનાઓનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. ઈન્ડિગો, એર ઈન્ડિયાના એરક્રાફ્ટ પણ અનેક પ્રસંગોએ ઈમરજન્સી લેન્ડિંગ કરતા જોવા મળ્યા છે. થોડા દિવસો પહેલા જ UAEના શારજાહથી હૈદરાબાદ આવી રહેલા એક પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેને પાકિસ્તાનના કરાચી તરફ ડાયવર્ટ કર્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પહેલા એક વિમાન કરાચીમાં લેન્ડ કરાવું પડ્યું હતું.