Gujarat

મુદ્રા પોર્ટ પરથી ફરી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ

કચ્છ: ગુજરાતમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સમગ્ર ઓપરેશન ગુજરાત(Gujarat) ATS દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતી મુજબ કચ્છના મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી 70 કિલો હેરોઇન () પકડી પાડ્યું હતું. આ સાથે ગુજરાત ATSએ ત્રણ આરોપીનો ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. તેમજ ડ્રગ્સ હેરાફેરી કરવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.

  • ફરી એકવાર મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • બાળકોનાં રમકડામાં સંતાડી આવતી હતી હેરાફેરી
  • ગુજરાત ATSએ 70 કિલો હેરોઇન જપ્ત કર્યું, 3 આરોપીની ધરપકડ

ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ. ATSની ટીમે તપાસ કરતા કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદર એક હાર્ડ બોર્ડ હતું. જેની અંદર આ ડ્રગ્સ સંતાડી હેરાફેરી કરવામાં આવતી હતી. આ કન્ટેનરમાંથી 70 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજીત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

બાળકોના રમકડાની આડમાં વેચાતું હતુ ડ્રગ્સ
તપાસ દરમિયાન ATSની ટીમને નવી જ મોડસ ઓપરન્ડી મળી આવી હતી. આ ડ્રગ્સની હેરાફેરી કરવા માટે બાળકોમાં રમકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ બાળકોના રમકડામાં ડ્રગ સંતાડી દેતા હતા. ત્યારબાદ આ રમકડાને એમોઝોનના બોક્ષમાં મૂકી દેવામાં આવતું હતું. ગુજરાત ATS દ્વારા આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આરોપી આકાશ, સોહલી અને બાસિતની ધરપકડ કરાઈ છે . આ ત્રણ સિવાય કરણ નામનો મુખ્ય આરોપી હતો.

તપાસ દરમિયાન મોટા ખુલાસા
આરોપીઓની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. આરોપીઓ ઈ કોમર્સના માધ્યમથી ગ્રાહકો બનાવીને કુરિયર દ્વારા ડ્રગ સપ્લાય કરતા હતા. આ આરોપીઓનાં 20થી 35 વર્ષની ઉંમરના ગ્રાહકો હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ સામેલ હતા. આ કેસના મુખ્ય આરોપી કરણના ગુજરાત એટીએસની ટીમે રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, કરણ ફાઇનાન્સનું કામ જોતો હતો. જેથી તેની તપાસમાં અનેક આંગડિયા પેઢીના નામ સામે આવ્યા છે, જેમાં તે લેવડ દેવડ કરતો હતો.

Most Popular

To Top