રાજકોટ: શહેરમાં (City) અસામાજિક તત્ત્વો બેખોફ બની નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના વીડિયો (Video) સામે આવતા જ હોય છે. કાયદાના (Law) ડર વગર તેઓ આ તમામ પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવી ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ફરતો જ રહે છે. આવો જ એક રાજકોટનો (Rajkot) કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં દોઢસો ફૂટ રિંગ રોડ પરના BRTS કોરિડોર પર કેટલાક શખ્સો ગુપ્તિ જેવા હથિયારોથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા હતાં. સીસીટીવીની તપાસ કરતા ફૂટેજમાં દસ જેટલા શખ્સોની ઓળખ થતાં તમામની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
- સીસીટીવીની તપાસ કરતા ફૂટેજમાં દસ જેટલા શખ્સોની ઓળખ થતાં તમામની ધરપકડ કરવામાં આવી
- પોલીસ કેક કાપવા માટે જે ગુપ્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ કબજે કર્યું
રાજકોટમાં ઘટેલી આ ઘટનાના કિસ્સામાં શુક્રવારે રાતે દોઢસો ફૂટ રિંગ રોડ પરના BRTS કોરિડોર પર કેટલાક શખ્સો ગુપ્તિ જેવા હથિયારોથી કેક કટિંગ કરી બાઇક પર સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.
કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સોએ સોશિયલ મીડિયામાં વહેતો કરેલો વીડિયો પોલીસમાં પહોંચતા માલવિયાનગર પોલીસ તુરંત સ્થળ પર આવી પહોંચી હતી. ઘટના સ્થળની આસપાસના સ્થળે સીસીટીવી હોવાના કારણે સીસીટીવી તપાસનું કાર્ય શરૂ કર્યું હતું. ફૂટેજની તપાસ કરતાં દસ જેટલા શખ્સોની ઓળખ કરવામાં આવી હતી. આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. ઘરપકડ કરવામાં આવેલ શખ્શઓમાં રાહુલ કનુ સોલંકી, તેનો ભાઇ પરેશ, નેસડા ધારમાં રહેતો રવિ વજુ સોલંકી, અર્જુન જસાણી, મહેશ પરમાર, સાગર મકવાણા, વિપુલ મોઢવાણિયા, વાવડીનો અર્જુન ભટ્ટી, મવડીનો કિશન રમણીક મકવાણા અને પુનિતનગરના નિલેશ ચંદુ કવીઠિયા નામના શખ્સોની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.
શખ્શઓની ઘરપકડ પછી પોલીસ તપાસમાં મિત્ર રાહુલનો જન્મદિવસ હોય BRTS કોરિડોરમાં મોડી રાતે હથિયાર સાથે ઉજવણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. BRTS કોરિડોર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં તમામ શખ્સોએ નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ કેક કાપવા માટે જે ગુપ્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ કબજે કર્યું છે.