નવી દિલ્હી: ઈદ અલ-અદહા ધુ અલ-હિજ્જા(Dhu al-Hijjah)ના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી ઈદ(bakrid) ઉજવવામાં(Celebrate) આવે છે. આ તારીખ દર વર્ષે ચંદ્ર(Moon)ની સ્થિતિના આધારે બદલાય છે. આ જ કારણ છે કે તમામ દેશો અલગ-અલગ દિવસોમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરે છે. આ વર્ષે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ 10મી જુલાઈ 2022ના રોજ રવિવારે(Sunday) ઉજવવામાં આવશે. ઈદ-ઉલ-ફિત્ર પછી મુસ્લિમોનો આ બીજો સૌથી મોટો તહેવાર છે. આ પ્રસંગે ઇદગાહ અથવા મસ્જિદોમાં વિશેષ નમાજ પઢવામાં આવે છે. આ તહેવાર પર, ઇસ્લામના લોકો, નવા કપડાં પહેરે છે અને નમાઝ વાંચે છે અને ત્યારપછી તેઓ કુરબાની આપે છે. ઈદ-ઉલ-ફિત્ર પર ખીર બનાવવાનો રિવાજ છે, જ્યારે બકરી ઈદ પર બકરીની કુરબાની આપવામાં આવે છે. બકરી ઈદની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? અગાઉ ઈદ કેવી રીતે ઉજવવામાં આવતી હતી?
આ રીતે થઇ હતી કુરબાની આપવાની શરૂઆત
ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ છેલ્લા પયગમ્બર હઝરત મોહમ્મદ હતા. હઝરત મોહમ્મદના સમયમાં ઇસ્લામે પૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજે મુસ્લિમો જે પણ પરંપરાઓ અથવા પદ્ધતિઓ અપનાવે છે તે પયગંબર મોહમ્મદના સમયથી છે. પરંતુ પયગંબર મોહમ્મદ પહેલા પણ મોટી સંખ્યામાં પયગંબરો આવ્યા અને ઇસ્લામનો પ્રચાર -પ્રસાર કર્યો. કુલ 1 લાખ 24 હજાર પયગંબરોમાંથી એક હતા હઝરત ઈબ્રાહીમ. આ સમયગાળાથી કુરબાની આપવાની શરૂઆત થઇ હતી.
હઝરત ઈબ્રાહીમ 80 વર્ષની ઉંમરે પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ ઈસ્માઈલ હતું. હઝરત ઈબ્રાહીમ પોતાના પુત્ર ઈસ્માઈલને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ હઝરત ઈબ્રાહીમને સ્વપ્ન આવ્યું કે તેઓ પોતાની સૌથી પ્રિય વસ્તુનું બલિદાન આપે. ઇસ્લામિક નિષ્ણાતોનું કહેવું છે કે આ અલ્લાહનો આદેશ હતો અને હઝરત ઇબ્રાહિમે પોતાના પ્રિય પુત્રની કુરબાની આપવાનો નિર્ણય કર્યો હતો. હઝરત ઈબ્રાહીમે પોતાની આંખો પર પટ્ટી બાંધી અને પુત્ર ઈસ્માઈલના ગળા પર છરી રાખી. પણ ઈસ્માઈલની જગ્યાએ એક બકરી આવી. જ્યારે હઝરત ઈબ્રાહિમે તેમની આંખની પટ્ટી હટાવી ત્યારે તેમનો પુત્ર ઈસ્માઈલ સુરક્ષિત રીતે ઊભો થયો. કહેવાય છે કે આ માત્ર એક કસોટી હતી અને હઝરત ઈબ્રાહિમ અલ્લાહના આદેશ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવા માટે પોતાના પુત્ર ઈસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થઈ ગયા હતા. આ રીતે પશુબલિની આ પરંપરા શરૂ થઈ. બકરી ઈદના દિવસે બલિદાનના માંસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. એક પોતાના માટે, બીજો સ્વજનો માટે અને ત્રીજો ભાગ ગરીબો માટે.
પયગંબર મુહમ્મદના સમયમાં નમાજ પઢવાની શરુ થઇ હતી
હઝરત ઈબ્રાહીમના સમયમાં પશુઓની કુરબાની તો શરૂ થઈ, પરંતુ આજના યુગમાં જે રીતે બકરી ઈદ ઉજવવામાં આવે છે તે રીતે તેઓના સમયમાં ઉજવવામાં આવતી ન હતી. જે રીતે આજે મસ્જિદો કે ઈદગાહમાં જઈને ઈદની નમાજ પઢવામાં આવે છે, એ રીતે હઝરત ઈબ્રાહીમના જમાનામાં નમાઝ પઢવામાં આવી ન હતી. ઈદગાહમાં જઈને નમાઝ અદા કરવાની આ રીત પયગંબર મોહમ્મદના સમયમાં શરૂ થઈ હતી.
ઇદગાહ પર નમાઝ અદા કરવા ઉપરાંત, એકબીજાને ગળે લગાવવાનો પણ રીવાજ
આ મુદ્દા પર ઇસ્લામિક નિષ્ણાત મૌલાના હામિદ નોમાનીએ જણાવ્યું કે, “આજે જે રીતે ઇદ મનાવવામાં આવે છે તે પયગંબર મોહમ્મદના સમયમાં શરૂ થયું હતું. કુરબાનીની શરૂઆત હઝરત ઈબ્રાહિમના સમયમાં થઈ હતી, પરંતુ ઈદગાહમાં નમાઝ અદા કરવાની પ્રક્રિયા પયગંબર મોહમ્મદના સમયમાં જ આવી હતી. પયગંબર મોહમ્મદનાં પયગંબર બન્યા પછી લગભગ દોઢ દાયકા પછી આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તે સમયે પયગંબર મોહમ્મદ મદીના આવ્યા હતા. નમાઝ માટે ઈદગાહમાં શા માટે જાય છે તે પ્રશ્ન પર મૌલાના નોમાનીએ કહ્યું કે ઈદની નમાજ મસ્જિદ અથવા ઈદગાહ બંને જગ્યાએ અદા કરી શકાય છે. પરંતુ ઇદગાહમાં જઇને નમાઝ અદા કરવી તે એક સારો માર્ગ માનવામાં આવે છે. આ એટલા માટે કે લોકો જાણી શકે તેમની સંસ્કૃતિ શું છે, તેમનો નિઝામ શું છે, તેઓ કોણ છે. ઇદગાહ પર નમાઝ અદા કરવા ઉપરાંત, એકબીજાને ગળે લગાવીને અભિવાદન કરવાનો પણ રિવાજ છે.