National

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેનાં ઘર સહિત 10 સ્થળો પર CBIના દરોડા

મુંબઈ: મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર(EX CP) સંજય પાંડે(Sanjay Pandey)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ વડાઓ ચિત્રા રામકૃષ્ણ(Chitra Ramakrishna) અને રવિ નારાયણ(Ravi Narayan) તેમજ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે વિરુદ્ધ NSE અધિકારીઓના ફોન ટેપ કરવા બદલ નવા કેસ નોંધ્યા છે. સીબીઆઈના અધિકારીઓએ સંજય પાંડેના ઘરે પણ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ આ કેસમાં મુંબઈ, પુણે અને અન્ય શહેરોમાં લગભગ દસ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સંજય પાંડેની મિલકતોની તપાસ કરી રહી છે.

EDએ પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની પૂછપરછ કરી હતી
અગાઉ 5 જુલાઈએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે NSEના કો-લોકેશન સ્કેમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સંજય પાંડેને નેશનલ સ્ટોક એક્સચેન્જ કો-લોકેશન કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તે દિલ્હીમાં ED ઓફિસમાં હાજર થયો હતો. તેમના નિવેદનો પીએમએલએ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા. 1986 બેચના IPS સંજય પાંડેનો મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો કાર્યકાળ ઘણો વિવાદોમાં રહ્યો હતો. તેઓ 30 જૂને નિવૃત્ત થયા હતા. ત્રણ દિવસ બાદ તેને ED દ્વારા સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો હતો. CBIએ સંજય પાંડેના ઘર સહિત 10 સ્થળો પર દરોડા પાડ્યા છે જ્યારે સંજય પાંડે ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે. CBIએ 3 અને EDએ 2 ગુના દાખલ કર્યા છે

પોતાની જ કંપની પાસે ઓડિટ કરાવ્યું
સંજય પાંડેએ ચિત્રા રામકૃષ્ણ કેસમાં ઓડિટ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની સંજય પાંડેની જ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સંજય પાંડેની પૂછપરછ તેની કંપની આઇસેક સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના કામકાજ અને પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. એજન્સીએ આ મામલે NSEના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણનું નિવેદન નોંધી લીધું છે. રામકૃષ્ણ હાલમાં તિહાર જેલમાં બંધ છે. NSE કો-લોકેશન કૌભાંડ કેસમાં માર્ચમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની અને જૂથના ભૂતપૂર્વ ઑપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરવામાં આવી હતી.

કો-લોકેશન કૌભાંડ શું છે?
દેશના મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક બ્રોકરોને આ પ્રકારની સુવિધા આપવામાં આવી હતી, જેથી તેઓ શેરના ભાવની જાણકારી બાકીના કરતા વહેલા મેળવી શકે. જેનો ફાયદો ઉઠાવીને તેઓ ભારે નફો કમાતા હતા. આ કદાચ NSE ના ડિમ્યુચ્યુઅલાઈઝેશન અને પારદર્શિતા આધારિત માળખાનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. તેઓને રિગ્ડ ઇનસાઇડર્સની મદદથી સર્વરનું સહ-સ્થાન કરીને સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને આ સંદર્ભમાં એક અપ્રગટ માહિતી પ્રાપ્ત થઈ છે. એવો આરોપ છે કે NSE અધિકારીઓની મદદથી કેટલાક દલાલો પહેલાથી જ માહિતીનો લાભ લઈ રહ્યા હતા. એનએસસીના ખરીદ-વેચાણમાં આવેલી તેજીને ધ્યાનમાં લેતાં પાંચ વર્ષમાં કૌભાંડની રકમ રૂ. 50,000 કરોડ હોવાનો અંદાજ છે.

Most Popular

To Top