પંજાબ: પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann) ગુરુવારે ડૉ. ગુરપ્રીત કૌર(Gurpreet Kaur) સાથે લગ્ન(Wedding)ના બંધનમાં બંધાયા છે. તેઓએ સીએમ આવાસમાં શીખ રીતિ-રિવાજ મુજબ તેઓના લગ્ન થયા હતા. આ લગ્નમાં સાંસદ રાઘવ ચઢ્ઢા અને દિલ્હી(Delhi)ના સીએમ(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પણ હાજર રહ્યા હતા. કેજરીવાલે લગ્નમાં પિતાની જેમ ધાર્મિક વિધિઓ કરી હતી. માન અને ગુરપ્રીતના પરિવાર સિવાય કેજરીવાલના પરિવારજનોએ પણ લગ્નમાં હાજરી આપી હતી. સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) તેમની માતા સાથે લગ્નમાં પહોંચ્યા હતા.
માતા અને બહેને દુલ્હનિયા શોધી
સીએમ ભગવંત માને લગ્નના આયોજનનો ખર્ચ ઉઠાવ્યો હતો. ભગવંત માનની માતા હરપાલ કૌરની ઈચ્છા હતી કે મુખ્ય પ્રધાન ભગવંત માનને ફરી લગ્ન કરી લેવા જોઈએ. આ પછી સીએમ લગ્ન માટે સંમત થયા. માતા અને બહેન મનપ્રીત કૌરે પોતે છોકરીને સીએમ ભગવંત માન માટે પસંદ કરી છે. પંજાબના મુખ્યમંત્રી બનતા પહેલા ભગવંત માન સંગરુરથી બે વખત સાંસદ હતા. ભગવંત માનની પત્ની તેમના પરિવારની નજીક છે. ભગવંત માન અને ગુરપ્રીત કૌર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. ભગવંત માને સાદગીથી લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં અમુક ખાસ લોકોને જ આમંત્રણ મોકલવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલે આપી શુભકામનાઓ
ભગવંત માનનાં પત્ની ડૉક્ટર ગુરપ્રીત કૌરનું હુલામણું નામ ગોપી છે અને તેઓ પેહવા નગરનાં રહેવાસી છે અને વ્યવસાયે ડૉક્ટર છે. ગુરપ્રીત ત્રણ બહેનોમાં સૌથી નાની છે. ગુરપ્રીત કૌરના પિતા ઈન્દ્રજીત સિંહ પાસે કેનેડાની નાગરિકતા છે, જ્યારે તેની માતા હરજિંદર કૌર ગૃહિણી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભગવંત માનને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કર્યું કે ભગવંત માન અને ગુરપ્રીત ભાભીના લગ્ન માટે ઘણી બધી શુભકામનાઓ. ભગવાન તમને બંનેને ખૂબ ખુશ રાખે અને દુનિયાની બધી ખુશીઓ આપે.
લગ્નમાં મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા
લગ્ન સમારોહમાં સંપૂર્ણ રીતે વેજ ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેનુમાં વિવિધ પ્રકારના શાકભાજી અને મીઠાઈઓ હતી. લગ્નમાં મહેમાનો માટે પનીર, મશરૂમ ડુંગળી, જરદાળુ સ્ટફ્ડ કોફતા, બટેટા વિથ કલોંજી, વેજીટેબલ જલફ્રેઝી, ચણા મસાલા, તંદૂરી કુલે, દાળ મખાની રાખવામાં આવી હતી. આ સિવાય ખાવામાં ઘણી મીઠાઈઓ પણ રાખવામાં આવી હતી. તેમાં મગની દાળનો શીરો, શાહી ટુકડા, અંગૂરી રસમલાઈ, જલેબી, ડ્રાયફ્રૂટ રબડી, ગુલાબજાંબુ મહેમાનોને જમાડવામાં આવ્યા હતા.
ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા પહેલા લગ્ન
ભગવંત માનના આ બીજા લગ્ન છે. માનના પહેલા લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા. ભગવંત માનનો પુત્ર દિલશાન માન (17) અને પુત્રી સીરત કૌર માન (21) તેમની માતા ઈન્દ્રપ્રીત કૌર સાથે અમેરિકામાં રહે છે. 20 માર્ચ 2015ના રોજ ભગવંત માન અને ઈન્દ્રપ્રીત કૌરે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં માનની દલીલ એવી હતી કે તેઓ રાજનીતિના કારણે તેમની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યા છે.