નવી દિલ્હી: બેંગકોકથી (Bangkok) દિલ્હી (Delhi) પરત આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટનું (Flight) એન્જિન ફેઈલ (Fail) થઈ ગઈ હોવાની જાણકારી મળી આવી છે. જોકે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક જ એન્જિન પર લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યું હતું. એન્જિન (Engine) ફેઈલ થવાના અહેવાલો વચ્ચે વિસ્તારાએ નિવેદન જારી કર્યું હતું. જેમાં તેઓના એક પ્રવકતાએ જાણકારી આપી હતી કે ફલાઈટનું દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી પાર્કિંગ ખાડી પર એક નાનો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અનુભવ્યો હતો.
- બેંગકોકથી દિલ્હી પરત આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટનું એન્જિન ફેઈલ
- ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત
આ મામલે DGCAને જાણ કરવામાં આવી હતી. એન્જીન ફેઈલ થવાના અહેવાલો વચ્ચે વિસ્તારાએ નિવેદન જારી કર્યું છે. એક નિવેદનમાં વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી ફ્લાઇટ UK 122 (BKK-DEL) એ દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી પાર્કિંગ ખાડી પર એક નાનો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અનુભવ્યો હતો. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને ટોવ કરવામાં આવ્યું છે. તેમજ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી હોવાની ધટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં 8 સમાન ખામી હોવાની માહિતી મળી આવી છે. આ ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને કન્ટ્રોલર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટને નોટિસ આપીને તેનો જવાબ આપવા કહ્યું છે. સપ્ટેમ્બર 2021માં DGCA દ્વારા સ્પાઈસજેટના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સ્પેર સપ્લાયરોને નિયમિત ધોરણે ચૂકવણી કરવામાં આવતી નથી.
DGCAની નોટિસનો સ્પાઇસજેટે જવાબ આપતા કહ્યું કે “અમે નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપીશું. અમારા મુસાફરો અને ક્રૂ માટે સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે IATA-IOSA પ્રમાણિત એરલાઇન છીએ. અમારા તમામ એરક્રાફ્ટની ડિલિવરી એક મહિના અગાઉ કરવામાં આવી હતી. રેગ્યુલેટર ઓડિટ કરવામાં આવે
છે.” જો કે સૂત્રો પાસેેથી જાણકારી મળી આવી છે કે સ્પાઇસ જેટ એરલાઇન છેલ્લા ત્રણ વર્ષથી ખોટ કરી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઇસજેટને 2018-19માં રૂ. 316 કરોડ, 2019-2020માં રૂ. 934 કરોડ અને 2020-21માં રૂ. 998 કરોડનું નુકસાન થયું હતું.