વલસાડ, નવસારી, બીલીમોરા : વલસાડ (Valsad) અને નવસારી (Navsari) જિલ્લા માટે હવે ખરા અર્થમાં ચિંતા વધી રહી છે. ગઇકાલે વલસાડમાં કોરોનાના (Corona) 20 કેસ નોંધાયા બાદ ગુરુવારે (Thursday) અત્યાર સુધીના એકજ દિવસમાં સૌથી વધુ 22 કેસો નોંધાયા છે. જેમાં 11 અને 12 વર્ષના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. સાથે શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં કેસો મળી રહ્યા છે. તો બાળકોમાં પણ ઝડપથી કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે.
- વલસાડ જિલ્લો પણ કોરોનાના ભરડામાં, માત્ર 5 દિવસમાં 69 કેસ નોંધાયા
- વલસાડ તાલુકામાં 11 અને 12 વર્ષના બાળકનો પણ સમાવેશ
- કોરોનાના વધી રહેલા કેસ છતા આરોગ્ય વિભાગ કે તંત્ર ગંભીર નથી
- કદાચ આવનારા સમયમાં ગંભીર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે
ચાલુ સીઝનમાં અત્યાર સુધી બાકાત રહેલા કપરાડા તાલુકામાંથી પણ કેસ નોંધાયો છે. છતાં આરોગ્ય વિભાગ કે તંત્ર વધી રહેલા કેસોને જોતા ગંભીર નથી. જે કદાચ આવનારા સમયમાં ગંભીર પરિસ્થિતિ પણ સર્જી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં પણ આજે વધુ 18 નવા કેસ કોરોનાનો નોંધાયા છે.
નવસારી જિલ્લામાં નોંધાયેલા નવા કેસ
બીલીમોરા ઓરિયા-મોરિયા ફળિયામાં રહેતો યુવાન, અમલસાડ ગાંધીનગર સોસાયટીમાં રહેતી યુવતી, જલાલપોરના અબ્રામા ગામે ધનતળાવમાં રહેતી વૃદ્ધા, ગણદેવી તાલુકાના રહેજ ગામે કસ્બા વાડીમાં રહેતા આધેડ, જલાલપોર તાલુકાના મંદિર ગામે ભગત ફળિયામાં રહેતી આધેડ મહિલા, નવસારીના સિસોદ્રા ગામે વેરાઈ ફળિયામાં હળપતિ વાસમાં રહેતી યુવતી, જલાલપોર તાલુકાના એરૂ ગામે ડોઝી ફળિયામાં રહેતો યુવાન, જલાલપોર તાલુકાના મંદિર ગામે ડોઝી ફળિયામાં રહેતી યુવતી, વિજલપોર પાર્થ કોલોનીમાં રહેતા આધેડ, જલાલપોરના મરોલી બજાર અમન સોસાયટીમાં રહેતા આધેડ, મરોલી બજાર આશીર્વાદ સોસાયટીમાં રહેતો તરૂણ, જમાલપોર ગામે નીલકંઠ રેસિડન્સીમાં રહેતો તરૂણ, જલાલપોર રોડ પર સ્મૃતિકુંજ સોસાયટીમાં રહેતો તરૂણ, બીલીમોરા આંતલિયા હરસિદ્ધિ ગાર્ડનમાં રહેતો તરૂણ, વિરાવળ ગામે ભાસતા સ્ટ્રીટમાં રહેતા આધેડ, છાપરા ગામે શુભમ પાર્કમાં રહેતા આધેડ, જલાલપોર તાલુકાના કોલાસણા ગામે હરિઓમ સોસાયટીમાં રહેતો યુવતો અને ગણદેવીના આંતલિયા ગામે આઈટીઆઈ કેમ્પસમાં રહેતા આધેડનો કોરોના પોઝિટિવ આવ્યો છે.