સુરત: સુરતમાં (Surat) કોરોનાના (Corona) કેસ ધીરેધીરે વધી રહ્યા છે. ગુજરાત સરકારના (Gujarat Government) માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) પણ કોરોના ગ્રસ્ત થયાની જાણકારી મળી આવી છે. આ જાણકારી પૂર્ણેશ મોદીએ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પરથી આપી છે. પૂર્ણેશ મોદી ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2017 માં સુરત પશ્ચિમ, ગુજરાતથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઉપરાંત તેઓ વર્ષ 2012 માં પેટાચૂંટણી દ્વારા સુરત પશ્ચિમ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. એક સમયે સુરતમાં (Surat) કોરોનાના કેસની સંખ્યા ઝીરો થઈ ગઈ હતી પરંતુ એક કેસથી ફરી શરૂ થયેલી કોરોનાની લહેરમાં હવે બુધવારે (Wednesday) નવા નોંધાયેલા કેસનો આંક 79 પર પહોંચી ગયો છે.
યુવા વર્ગમાં કોરોના વધ્યો, 7 જ દિવસમાં 18થી 45 વર્ષના 235ને કોરોના
સુરત: સુરતમાં કોરોનાના કેસ ધીરેધીરે વધી જ રહ્યા છે. એક સમયે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા ઝીરો થઈ ગઈ હતી પરંતુ એક કેસથી ફરી શરૂ થયેલી કોરોનાની લહેરમાં હવે બુધવારે નવા નોંધાયેલા કેસનો આંક 79 પર પહોંચી ગયો છે. તેમાં પણ છેલ્લા સાત જ દિવસમાં નોંધાયેલા કેસમાં યુવાવર્ગમાં કોરોનાનું સંક્રમણ વધુ દેખાયું છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મનપા દ્વારા અગાઉ પ્રતિદિન 1000 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા જેમાં હવે વધારો કરીને પ્રતિદિન 3000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મનપા દ્વારા શાળાઓમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 79 કેસ નોંધાયા છે અને 45 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 482 થઈ છે. અને હોસ્પિટલમાં 12 દર્દી દાખલ છે. કોઈ ગંભીર દર્દીઓ હાલ નથી તેમ છતાં તકેદારીના ભાગરૂપે મનપા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.
શહેરમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસની હીસ્ટ્રી તપાસવામાં આવી તો તેમાં સૌથી વધુ 18 થી 45 વયજુથના લોકો સૌથી વધુ સંક્રમિત થયા છે. તેમજ નાના બાળકો પણ સંક્રમણમાં આવી રહ્યા છે જેથી શાળાઓમાં પણ મનપાની ટીમો તૈનાત કરાઈ છે. તેમજ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. હાલ જેઓને વેક્સીનનો ડોઝ લેવાનો બાકી હોય તેઓ વેક્સીન લઈ લે જેથી સંક્રમણથી બચી શકાય કારણ કે, કોરોનાથી બચવા માટે વેક્સિન એક માત્ર શસ્ત્ર છે.