Columns

તુમ્હેં ઝરૂર કોઈ ચાહતોં સે દેખેગા મગર વો આંખે હમારી કહાં સે લાયેગા – બશીર બદ્ર

તમને ચોક્કસ કોઈ પ્રેમથી જોઈ લેશે, પરંતુ એ આંખો અમારી ક્યાંથી લાવશે? જે પ્રેમભરી નજર આશિક પાસે હોય તે બીજા ક્યાંથી લાવી શકે? કોઈ પ્રેમથી, સ્નેહથી એક નજર જોઈ લે એટલે તેની આંખોમાં આશિકનો પ્રેમ નજર નહીં આવે. આશિકની આંખો હંમેશાં પ્રિયજનને જોવા માટે વ્યાકુળ હોય છે. એવી નજરથી બીજા કોઈ જોઈ નહીં શકે. પ્રિયજનને સ્નેહભરી નજરથી કોઈ જોઈ લે તો પણ પ્રિયજનની આંખો પણ આશિકના ઈંતેજારમાં હોય છે. તેની આંખો હંમેશાં આશિકની પ્રતીક્ષા કરતી હોય છે. આશિકની આંખોમાં જે પ્રતીક્ષા હોય તે બીજા કોઈની આંખોમાં નહીં મળે. પ્રેમનો તબક્કો જ એવો હોય છે જયાં હૃદયની વાત આંખો કહેવા લાગે અને સામે પક્ષે એ વાત સમજાવા લાગે. બે જણા વચ્ચેના પ્રેમમાં આવી ગુફ્તગૂ થતી રહે છે. એ બીજાને સમજાતી નથી. એ વાત પ્રેમ કરનારા જ જાણી શકે. પ્રિયજનની આંખોથી જે પ્રેમને સમજી શકે તે જ આવી વાતો કરી શકે. કોઈ પ્રિયજનને એક નજર જોઈ પણ લે તો પણ તેની આંખોમાં આશિક જેવી કસક જોવા નહીં મળે. આશિકની આંખોમાં જે પ્રેમ છલકે છે તે બીજા કોઈમાં જોવા નહીં મળે. આ આંખોમાં સતત પ્રિયજનની પ્રતીક્ષા જોવા મળે. મુલાકાત માટે અહીં આશા જોવા મળે. અહીં વિરહની વેદના  જોવા મળે. અહીં યાદનો વરસાદ જોવા મળે. આશિકની આંખોમાં પ્રિયજનનો પ્યાર હંમેશાં જોવા મળે છે. અહીં પ્રતીક્ષા પણ છે અને મિલનની આશ પણ છે. પ્રેમ કરનારા આશિકની આંખોમાં પ્રિયજનની તલાશ કાયમ રહે છે. એ હોય ત્યારે પણ અને એ નહીં હોય ત્યારે પણ. પ્રિયજનની મુલાકાતનો સમય હોય કે પછી તેની પ્રતીક્ષાનો સમય હોય આશિકની આંખોમાં પ્રિયજનની એક ઝલક જોવાની જે તાલાવેલી હોય છે તે બીજા કોઈમાં જોવા નહીં મળે.

Most Popular

To Top