ભોપાલ: મધ્યપ્રદેશમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા(Madhya Pradesh Public Service Commission Exam)માં એક એવો સવાલ(Question) પૂછવામાં આવ્યો કે જેના કારણે વિવાદ(controversy) ઉભો થયો છે. આ પ્રશ્ન એક એવા રાજ્ય વિશે પૂછવામાં આવ્યો કે જેને લઈ દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કાશ્મીર(Kashmir)ને લઈને. પ્રશ્નપત્રમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારતે કાશ્મીર પાકિસ્તાન(Pakistan)ને આપવાનો નિર્ણય લેવો જોઈએ? આ સવાલ સાથે બે તર્ક આપવામાં આવ્યા હતા. જેમાં તર્ક 1. હા, તેનાથી ભારત માટે ઘણા પૈસા બચશે, તર્ક 2. ના, આવા નિર્ણયથી આ પ્રકારની માંગોમાં વધારો થશે આ તર્ક સાથે 4 વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેમાં 1. તર્ક એક મજબુત છે, 2. તર્ક બે મજબુત છે, ૩. તર્ક એક અને બે બંને મજબુત છે, અને 4. તર્ક એક અને બે બંને મજબુત નથી. આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના ઉમેદવારોએ ત્રીજી દલીલ પર ટિક કરી છે.
પ્રશ્ન વાયરલ થતા મચ્યો હોબાળો
આ પ્રકારની વિવાદિત સવાલ પૂછ્યા બાદ આ પ્રશ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ઘણા લોકોએ પૂછ્યું છે કે આવા પ્રશ્નોનું કારણ શું હતું. આ સાથે તેઓ સરકાર પાસે આ અંગે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, MPPSCએ સમગ્ર પ્રકરણને લઇ મૌન સેવ્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ અધિકારી તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
પેપર સેટરને નોટીસ મોકલાઈ
વધી રહેલા વિવાદને જોતા પબ્લિક સર્વિસ કમિશને પ્રશ્નપત્ર સેટ કરનારને નોટિસ મોકલી છે. પ્રશ્નપત્ર બનાવનારને નોટિસ પાઠવતા પંચે લખ્યું છે કે પ્રશ્નનો અભ્યાસ કર્યા બાદ તે ધ્યાનમાં આવ્યું છે કે પ્રશ્ન વિવાદાસ્પદ છે. આ સાથે, પ્રશ્ન તૈયાર કરતી વખતે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેને ગેરવર્તણૂકની શ્રેણીમાં ધ્યાનમાં લેતા, કમિશન દ્વારા તમને ભવિષ્ય માટે કમિશનની તમામ કામગીરીમાંથી પ્રતિબંધિત કરવામાં આવે છે. MPSCમાં પૂછવામાં આવેલા આ પ્રશ્નને રાજદ્રોહ ગણાવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
શિવરાજ સરકાર સોશિયલ મીડિયા પર ટ્રોલ
આ પ્રશ્નને લઈને સોશિયલ મીડિયા પર શિવરાજ સરકારને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ સાથે MPPSC પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે આ દેશ વિરોધી માનસિકતા છે. આ સાથે કેટલાક લોકોએ કહ્યું કે શું લોકો ગાંજાના સેવનથી પ્રશ્નો તૈયાર કરી રહ્યા છે. વિપક્ષને જોઈને લાગે છે કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે. વધુ એક યુઝરે લખ્યું, MPSCમાં પૂછવામાં આવેલો આ સવાલ ભાજપની રાષ્ટ્ર વિરોધી માનસિકતા દર્શાવે છે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે હું આ પ્રશ્નનો વિરોધ કરું છું, શું તમે મને સમર્થન કરશો.